અમદાવાદ : ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત આજે આવી ગયો છે. રાજ્ય સરકારે પોલીસ ગ્રે પેડ મામલે મોટો નિર્ણય લઈ લીધો છે. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે પોલીસની રજૂઆતો પર ગ્રેડ પે માટે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. જેના કારણે હવે ગુજરાતના પોલીસ કર્મચારીઓનો પગાર વધશે.
હર્ષ સંઘવીએ સુરત ખાતેથી આ અંગે જાણકારી આપી છે. સરકારની જાહેરાત પછી LRD કર્મીને વાર્ષિક 3 લાખ 47 250 રૂપિયા પગાર તરીકે મળશે, જ્યારે કોન્સ્ટેબલનો નવો પગાર 4 લાખ 16 લાખ 400 રૂપિયા થયો. હેડ કોન્સ્ટેબલનો નવો પગાર 4 લાખ 95 હજાર કરાયો. જ્યારે ASIનો નવો પગાર 5 લાખ 84 હજાર કરાયો છે.
છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસના પગારને વધારાવા માટે માંગો થઈ રહી હતી. ત્યારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને પોલીસકર્મીઓના પરિવારના કલ્યાણ અર્થે ભંડોળને મંજૂર કર્યું હોવાની જાહેરાત કરી.