અમદાવાદ : અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરનાર લોકોની સંખ્યા વધતી જાય છે, જો કે મેટ્રોમાં મુસાફરી કરનારા લોકોને સ્ટેશન સુધી પહોંચ્યા બાદ પોતાનું વાહન પાર્ક કરવાની સમસ્યા આવે છે. એક અંદાજ મુજબ અમદાવાદના માત્ર 4 જેટલા મેટ્રો સ્ટેશનમાં જ પાર્કિંગની સુવિધા છે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી)એ મ્યુનિ. પાસેથી 4 સ્ટેશનો માટે 6 પાર્કિંગ પ્લોટની માગણી કરી છે. કોર્પોરેશન ટૂંક સમયમાં આ પ્લોટના માલિકીની માહિતી એકઠી કરી આ પ્લોટ અંગે નિર્ણય લેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદીઓ માટે મેટ્રો ટ્રેન સેવા વધુ સુવિધાજનક બનવા જઈ રહી છે. હાલમાં અમદાવાદના માત્ર 4 જેટલા મેટ્રો સ્ટેશનમાં જ પાર્કિંગની સુવિધા છે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ મ્યુનિ. પાસેથી 4 સ્ટેશનો માટે 6 પાર્કિંગ પ્લોટની માગણી કરી છે.અને નવા 4 સ્ટેશનો માટે પાર્કિંગની સુવિધા ઉભી કરવા જઈ રહ્યું છે. જેમાં ગુરુકુળ, થલતેજ ગામમાં બે-બે પાર્કિંગ પ્લોટની માગ કરાઈ છે.સરકારની પોલિસી પ્રમાણે કોર્પોરેશન મેટ્રો પાસેથી પાર્કિંગ પ્લોટ માટેનો ટોકન ચાર્જ વસૂલશે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ પહેલા મ્યુનિ.ના અધિકારીઓએ મેટ્રોના બંને રૂટ પર એક વિઝિટ કરી હતી. જ્યાં સ્ટેશનની આસપાસ પાર્કિંગ પ્લોટની ફાળવણીની શક્યતા વિશે ચકાસણી કરી હતી, પરંતુ જે-તે સમયે અધિકારીઓ દ્વારા પાર્કિંગ પ્લોટની ફાળવણી અંગે અંતિમ નિર્ણય લેવાયો ન હતો. જોકે હવે મેટ્રો દ્વારા સત્તાવાર રીતે શહેરનાં સ્ટેશનો માટે પાર્કિંગ પ્લોટની માગ કરાઈ છે.
સ્ટેશન | સ્ટેશનથીઅંતર |
એપરલ પાર્ક | 50 મીટર |
ગુરુકુળ રોડ | પ્રવેશ-નિકાસની જગ્યાએ |
થલતેજ | 50 મીટર |
થલતેજ ગામ | 50 મીટર |