Tuesday, April 21, 2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કૉંગ્રેસની હાઈટેક તૈયારી, 50 % બેઠકો પર નવા ચહેરાને તક આપશે

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં રાજકીય પક્ષો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીમાં પડ્યા છે. કૉંગ્રેસ પણ ફરી મેદાને ઉતરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે આ વખતે પક્ષે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તેમ જ નવા ચહેરાઓને તક આપવાની જાહેરાત કરી હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગીનો હેતુ શિક્ષિત, સક્ષમ અને પ્રજાની વચ્ચે રહીને પ્રમાણિકતાથી કામ કરનારા લોકોને રાજકારણમાં લાવવાનો છે. ખાસ કરીને મહિલાઓ, SC, ST અને OBC વર્ગના સક્ષમ ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. પોતાના વિસ્તારના પ્રશ્નોને મજબૂતીથી રજૂ કરી શકે તેવા ઉમેદવારોની પસંદગી આ રણનીતિનો મુખ્ય હેતુ છે.

આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે 50 ટકા બેઠકો પર યુવા અને નવા ચહેરાને તક આપવાનો વ્યૂહ ઘડી કાઢ્યો છે. ગુજરાતની 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 262 તાલુકા પંચાયત અને 83 નગરપાલિકાઓની લગભગ 10,000 જેટલી બેઠકો પર આ ચૂંટણીઓ યોજાવાની છે.

કોંગ્રેસે આ માટે સંગઠન સ્તરે તૈયારી પૂર્ણ કરી છે અને 11 માર્ચથી 20 માર્ચ સુધી આખા ગુજરાતમાં સંભવિત ઉમેદવારોને રૂબરૂ સાંભળવાની અને પેનલ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વખતે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં પ્રદેશ સમિતિનો સીધો હસ્તક્ષેપ નહીં રહે અને સ્થાનિક કક્ષાની સમિતિઓ જ ઉમેદવારોના નામ નક્કી કરશે.

કોંગ્રેસે 15 મહાનગરપાલિકાઓ માટે એક ઓનલાઇન પ્લેટફોર્મ અને QR કોડ પણ જાહેર કર્યો છે. જે કોઈપણ શિક્ષિત કે સેવાભાવી વ્યક્તિ જાહેર જીવનમાં આવીને કામ કરવા માંગતી હોય, તે આ QR કોડ સ્કેન કરીને પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. આ પ્રક્રિયાથી કોંગ્રેસ એવા લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવા માંગે છે જેઓ ભ્રષ્ટાચાર સામે લડવા અને પ્રજાલક્ષી વહીવટ આપવા માટે કટિબદ્ધ હોય. ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને કોંગ્રેસ બધું જ પારદર્શક રાખવા માગે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...