Thursday, September 17, 2026

વાડજ પોલીસે ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર મહિલાને રૂ. 1.60 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી

spot_img
Share

અમદાવાદ : શહેરના વાડજ વિસ્તારમાં ઘરકામ કરતી એક યુવતીએ જ વિશ્વાસનો ભંગ કરી ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. વાડજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે આરોપી યુવતીને ઝડપી પાડી રૂ. 1.60 લાખના મુદ્દામાલ સાથે ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.

રિપોર્ટ મુજબ, વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગરાસિયાના નેતૃત્વમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસ હાથ ધરી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલી યુવતીને ઝડપી પાડવામાં આવી હતી.પકડાયેલી આરોપીની ઓળખ ઉર્વશી શૈલેષકુમાર પરમાર (ઉંમર 21), રહે. ગાયત્રીનગર, જનતાનગર, અમરાઈવાડી, અમદાવાદ તરીકે થઈ છે. આરોપી ઘરકામનો વ્યવસાય કરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે આરોપીના કબજામાંથી બે સોનાની વીંટીઓ, બે જોડી નાની સોનાની બુટ્ટીઓ, બે સોનાના વેઢ તેમજ એક જોડ ચાંદીની પાયલ મળી કુલ રૂ. 1.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 305(એ) હેઠળ નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...