Tuesday, September 22, 2026

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

spot_img
Share

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. અંબાજીના માર્ગો પર ચારેકોર ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી આવેલા ભક્તો મા અંબાના દર્શન કરવા માટે અંબાજી પહોંચી રહ્યા છે, જેના કારણે સમગ્ર અંબાજી ભક્તિમય માહોલમાં જોવા મળી રહ્યું છે.

રિપોર્ટ મુજબ, અંબાજીમાં ભાદરવી પૂનમ મેળાના પ્રથમ દિવસે 3.37 લાખ અને આજે બીજા દિવસે 4.25 લાખ મળીને કુલ 2 દિવસમાં લાખોની સંખ્યામાં યાત્રિકો અંબાજી પહોંચ્યા છે. માતાજીના જયકારથી આખું અંબાજી ધામ ગૂંજી ઉઠ્યું છે અને ભક્તો અખંડ આસ્થા સાથે દર્શનનો લાભ લઈ રહ્યા છે.ભાદરવી પૂનમ મેળા દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ વિતરણની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. બે દિવસની અંદર આશરે 8 લાખ ઉપરાંત મોહનથાળના પવિત્ર પ્રસાદના પેકેટનું સફળ વેચાણ થયું છે. આ ઉપરાંત, ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા નિઃશુલ્ક ભોજન કેન્દ્રમાં 1 લાખથી વધુ માઈભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો છે અને મેડિકલ ટીમો દ્વારા દર્દીઓની સતત સારવાર કરવામાં આવી રહી છે.

ભાદરવી પૂનમ મેળાના બીજા દિવસે મંદિરની દાન ભેટની આવકમાં ઘટાડો નોંધાયો છે. પ્રથમ દિવસે 32.89 લાખ રૂપિયા જ્યારે આજે બીજા દિવસે 24.59 લાખ રૂપિયાની આવક થઈ હતી, જેથી 2 દિવસમાં કુલ 57.39 લાખ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત, પ્રથમ દિવસે મંદિરના શિખરે 403 ધજાઓ ચઢી હતી જ્યારે આજે બીજા દિવસે 337 ધજાઓ નોંધાઈ છે. મેળાનો બીજો દિવસ સતત ગરમી અને ઉકળાટથી તપ્યો હતો, જેના કારણે વરસાદની આશા ફગાવી દેવાઈ છે અને ગરમીના પ્રકોપના લીધે ભક્તોની સંખ્યામાં થોડો ઘટાડો થયો હોવાનું અનુમાન છે.

મંદિર પરિસરમાં ભક્તોની ભીડ વચ્ચે સતત ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદ સંભળાઈ રહ્યા છે. આ જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું છે. ભક્તોના ચહેરા પર માતાજીના દર્શનની ખુશી જોવા મળી રહી છે. અંબાજીના રસ્તાઓ પર પણ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં માઈભક્તો જ નજરે પડી રહ્યા છે.

આગામી તારીખ 22 અને 23 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે મંદિરના ચાચરચોક ખાતે ભવ્ય ડ્રોન શો યોજાશે, જેમાં સેંકડો ડ્રોન દ્વારા આકાશમાં માતાજીની વિવિધ પ્રતિકૃતિઓના આકર્ષક આકારો બનાવાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...