Thursday, November 5, 2026

અમદાવાદમાં દિવાળીના તહેવારોમાં નાગરિકોની સુવિધા માટે ‘ડૉક્ટર ઑન કૉલ’ સેવાનો પ્રારંભ, AMA ની આ માનવતાવાદી પહેલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવાળીના પાવન તહેવારો દરમિયાન નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મુશ્કેલી ન પડે તે માટે એક અત્યંત સરાહનીય પહેલ કરવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને AFPA દ્વારા સંયુક્ત રીતે ‘ડોક્ટર ઓન કોલ’ (Doctor on Call) સેવા શરૂ કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદમાં દિવાળી પર્વને લઈને અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ કલ્પિતા દવેએ જણાવ્યું હતું કે, તહેવાર દરમિયાન અકસ્માત અને દાઝી જવાના (બર્ન્સ) કેસમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને AMA દ્વારા ‘ડોક્ટર ઓન કોલ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમર્પિત હેલ્પલાઇન સેવા 7 નવેમ્બર થી 13 નવેમ્બર, 2026 સુધી કાર્યરત રહેશે.

નાગરિકો આ સેવાનો લાભ સરળતાથી લઈ શકે તે માટે એસોસિએશન દ્વારા વિશેષ સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જરૂરિયાતના સમયે દર્દીઓ અથવા તેમના સ્વજનો વિશેષ નંબર પર કોલ કરીને તબીબી સલાહ મેળવી શકે છે. તહેવારોની મોસમમાં જ્યારે સામાન્ય ડોક્ટરો રજા પર હોય ત્યારે આ હેલ્પલાઈન સેવા અમદાવાદના નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી અને રાહતરૂપ સાબિત થશે. AMA ની આ માનવતાવાદી પહેલને કારણે અનેક પરિવારોને મોટી મુશ્કેલીમાંથી રાહત મળશે.

આ સેવા અંગે માહિતી આપતાં એસોસિએશનના હોદ્દેદારો-AMA પ્રમુખ ડૉ. કલ્પિતા દવે, માનદ મંત્રી ડૉ. મૌલિક શેઠ, તેમજ AFPA પ્રમુખ ડૉ. રમેશ આઈ. પટેલ અને માનદ મંત્રી ડૉ. મેહુલ શેલત-એ જણાવ્યું હતું કે, “અમદાવાદનો દરેક પરિવાર સુરક્ષિત, ચિંતામુક્ત અને સ્વસ્થ રીતે દિવાળીનો તહેવાર ઉજવી શકે તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ છે.”

સંપર્ક માટે નિયુક્ત પ્રાથમિક કોઓર્ડિનેશન ટીમજરૂરિયાતના સમયે શહેરીજનો નીચે દર્શાવેલા તબીબોનો ટેલિફોનિક સંપર્ક કરી શકશે:

સેવાની મુખ્ય વિશેષતાઓ નિઃશુલ્ક પ્રાથમિક તબીબી માર્ગદર્શન:
નિયુક્ત કરાયેલા પ્રાથમિક કોઓર્ડિનેટર્સ નાગરિકોના ફોન કૉલ્સ સ્વીકારીને વિનામૂલ્યે તાત્કાલિક પ્રાથમિક સલાહ અને માર્ગદર્શન પૂરું પાડશે.નિષ્ણાત તબીબી (સ્પેશિયાલિસ્ટ) રેફરલ સપોર્ટ: દર્દીને ગંભીર સ્થિતિમાં વિશેષ સારવાર કે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની જરૂર જણાય, ત્યારે કોઓર્ડિનેટર્સ દ્વારા યોગ્ય નિષ્ણાત ડૉક્ટરો સાથે તાત્કાલિક સંપર્ક કરાવી જરૂરી વ્યવસ્થા કરાવાશે.

ડૉ. ધીરેન મહેતા: 9898854158
ડૉ. રમેશ પટેલ: 9426495264
ડૉ. અશ્વિન શાહ: 9824038816
ડૉ. જ્યોતિન્દ્ર મહેતા: 9825039653
ડૉ. પાર્થ પટેલ: 9924119778
ડૉ. સુનીલ પટેલ: 9879225294

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...