Wednesday, November 4, 2026

દિવાળીના તહેવારમાં અમદાવાદ પોલીસ કમિશનરની અપીલ, વેકેશનમાં બહાર જતાં લાઈવ લોકેશન શેર ન કરો

spot_img
Share

અમદાવાદ : દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નાગરિકો માટે ખાસ સંદેશ આપ્યો છે. તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી કરવા જતી વખતે બાળકોનું ધ્યાન રાખવા, અજાણ્યા લોકોની વાતમાં ન આવવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. શહેરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા પોલીસની અલગ-અલગ ટીમો પેટ્રોલિંગ પણ કરશે.

રિપોર્ટ મુજબ, દિવાળીના તહેવાર દરમિયાન બજારો અને શોપિંગ વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે. આવી સ્થિતિમાં ખરીદી કરવા જતા નાગરિકોએ બાળકોને પોતાની નજર સમક્ષ રાખવા પોલીસ કમિશનરે અપીલ કરી છે. ભીડભાડવાળા સ્થળોએ બાળકોને એકલા ન છોડવા અને તેમની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.

દિવાળી વેકેશન દરમિયાન ઘણા લોકો પરિવાર સાથે બહારગામ ફરવા જતા હોય છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર લાઈવ લોકેશન અથવા પ્રવાસ અંગેની તાત્કાલિક વિગતો જાહેર ન કરવાની અપીલ કરવામાં આવી છે. આવી માહિતીનો દુરુપયોગ થવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવી જરૂરી છે.શહેરમાં કોઈપણ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ નજરે પડે તો નાગરિકોએ તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરવી.

અમદાવાદ પોલીસ કમિશનરે ખાસ ચેતવણી આપતાં જણાવ્યું છે કે કોઈ વ્યક્તિ પોલીસ અથવા ઇન્કમટેક્સ વિભાગના અધિકારી તરીકે ઓળખ આપીને બેગ ખોલવા કે તપાસ કરવાના નામે દબાણ કરે તો સાવચેત રહેવું. આવી કોઈ શંકાસ્પદ પરિસ્થિતિ સર્જાય તો તરત જ 112 નંબર પર સંપર્ક કરવો.પોલીસ કમિશનરે નાગરિકોને સાવચેતી રાખવા અને શંકાસ્પદ બાબતોને અવગણવાને બદલે પોલીસ સુધી પહોંચાડવા જણાવ્યું છે.

દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પોલીસની અલગ-અલગ ટીમો શહેરના બજારો, ભીડવાળા વિસ્તારો અને મહત્વનાં સ્થળોએ પેટ્રોલિંગ કરશે. પોલીસ કમિશનરે નાગરિકોને સાવચેતી રાખીને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે દિવાળીની ઉજવણી કરવા અપીલ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...