Monday, October 12, 2026

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ સૂચના ખાસ કરીને એવા વાહનચાલકો માટે છે જેમના વાહનોમાં અતિ તેજસ્વી સફેદ હેડલાઇટ લગાવેલ હોય. સામાન્ય વાહનચાલકો દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારની હેડલાઇટથી વાહનચાલકોને રાત્રિના સમયે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વાહન વ્યવહાર વિભાગ દ્વારા તમામ RTOને આ મુદ્દે સૂચના આપી દેવાઈ છે અને આ અંગે કોઈપણ ફરિયાદ મળતા જ તેના પગલે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.વિભાગે રાજ્યની તમામ આરટીઓ કચેરીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ચેકિંગ દરમિયાન જે વાહનોમાં નિયમ વિરુદ્ધની ડેઝલિંગ લાઈટ્સ જોવા મળે, તેમની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.ખાસ કરીને એ વાહનચાલકો માટે આ મહત્વપૂર્ણ છે જેમના વાહનમાં અતિ તેજસ્વી સફેદ હેડલાઇટ્સ લાગેલા હોય.

આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ માર્ગ સુરક્ષા છે. રાત્રિના સમયે ડ્રાઈવિંગ કરતી વખતે સામેથી આવતા વાહનની અતિ તીવ્ર સફેદ લાઈટને કારણે ચાલકની આંખો અંજાઈ જાય છે, આના કારણે ડ્રાઈવર સામેનું દ્રશ્ય સ્પષ્ટ જોઈ શકતો નથી અને ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા વધી જાય છે. ઘણા કિસ્સાઓમાં આવી લાઈટ્સ જીવલેણ સાબિત થઈ છે. તેથી, હવે ‘નાઈટ ડ્રાઈવિંગ’ સુરક્ષિત બનાવવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

માત્ર ચેતવણી આપીને છોડવામાં નહીં આવે, પરંતુ હવે નિયમ તોડનારાઓ સામે કડક પગલાં લેવાશે. આરટીઓ અને ટ્રાફિક પોલીસના ચેકિંગમાં જો કોઈ વાહનમાં નિયત મર્યાદા કરતા વધુ તીવ્રતાવાળી અથવા આફ્ટર માર્કેટ વાઈટ લાઈટ જોવા મળશે, તો વાહનચાલકને મેમો ફટકારવામાં આવશે. એટલું જ નહીં, આવી લાઈટોને સ્થળ પર જ જપ્ત કરવાની અથવા ઉતરાવી લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (CMVR) મુજબ હેડલાઈટના ચોક્કસ માપદંડો છે, જેનો ભંગ કરવો એ ગુનો બને છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...