Wednesday, June 17, 2026

વાડજ પોલીસની મોટી સફળતા: ઇન્કમટેક્સ વિસ્તારમાં થયેલા રાયોટિંગ કેસમાં વધુ ત્રણ આરોપીઓ ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : શહેરના વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઇન્કમટેક્સ સર્કલ પાસે દ્વારકેશ પાન પાર્લર સામે ગત તારીખ 7જૂનના રોજ એક યુવક પર ગેરકાયદેસર મંડળી રચીને ઘાતકી હુમલો કરનાર ટોળકીના વધુ ત્રણ સાગરીતોને વાડજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડ ટીમે ટેક્નીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ઝડપી પાડ્યા છે. પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો ફરિયાદીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદીના સગીર વયના દીકરાને પાંચ શખ્સોએ ભેગા મળીને ઇન્કમટેક્સ પાસે પાન પાર્લર પાસે જાહેરમાં ફટકાર્યો હતો.સગીર જ્યારે ભાગ્યો ત્યારે કપડા કાઢીને આરોપીઓએ મારમાર્યો હતો.સગીરને સ્ટીલની પાઈપ અને ધોકા વડે મારમારતા આસપાસના લોકોએ છોડાવ્યો હતો.જે અંગે વાડજ પોલીસે પાંચ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.પી. ગરાસિયા અને પીએસઆઈ જી.આર. રાલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી.આ અંગે વાડજ પોલીસે ફરિયાદ નોંધીને અગાઉ 2 આરોપીઓ ઝડપ્યા હતા.પોલીસે આ કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન હિમાંશુ ઉર્ફે બંટો વાઘેલા (ઉ.વ.20), સાહિલ ચંદ્રકાંતભાઈ વાઘેલા (ઉ.વ.18) અને રવિન્દ્ર ઉર્ફે રવિ રાજપુરોહિત (ઉ.વ.31)ને ઝડપી પાડવામાં આવ્યા છે.પકડાયેલા આરોપીઓમાં રવિન્દ્ર ઉર્ફે રવિ રાજપુરોહિત સામે અગાઉ પણ મારામારીનો ગુનો નોંધાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ કેસમાં હજુ દુષ્યંત અગ્રવત અને રોનીલ ચૌહાણ નામના બે આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તેમની શોધખોળ માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. વાડજ પોલીસની આ કામગીરીને શહેર પોલીસ દ્વારા પ્રશંસનીય ગણાવવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...