Tuesday, June 23, 2026

અમદાવાદમાં રફતારનો કહેર, બેફામ સ્પિડે આવતી કારે 5 લોકોને અડફેટે લીધા, કારચાલકને આંચકીની આશંકા

spot_img
Share

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે રફ્તારનો કહેરની હચમચાવતી ઘટના સામે આવી છે. રખિયાલના ગરીબ નગર ચાર રસ્તા પાસે એક બેકાબૂ કારે અનેક લોકોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી રહી છે. આ અકસ્માતની કાળજું કંપાવવી ઘટનામાં અંદાજે 4થી 5 લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી એક યુવતીનું મોત તથા 3-4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રખિયાલ ગરીબનગર પાસેથી પસાર થઈ રહેલી એક કારના ચાલકને ચાલુ ગાડીએ અચાનક હાર્ટ અટેક આવ્યો હતો. ડ્રાઈવરને અટેક આવતાની સાથે જ તેણે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી આ કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો સર્જાયો હતો કે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.અકસ્માતના પગલે 500 થી વધુ લોકોના ટોળા ઉમટી પડતા સ્થિતિ તંગ બની હતી, જેના લીધે 2 એસીપી અને પીઆઈનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ સમગ્ર દુર્ઘટનામાં એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય 3 થી 4 લોકો આ ટક્કરના કારણે ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આસપાસ ભેગા થયેલા લોકોએ તાત્કાલિક પોલીસ અને 108ને જાણ કરી હતી અને 108 દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...