Thursday, September 17, 2026

AMA દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘અવેર એન્ડ ઈક્વિપ્ડ’ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું

spot_img
Share

અમદાવાદ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે, અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) ના મેડિકલ સ્ટુડન્ટ્સ નેટવર્ક (MSN) દ્વારા જરૂરિયાતમંદ વિસ્તારોમાં મહિલા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે “અવેર એન્ડ ઈક્વિપ્ડ” (Aware & Equipped) નામનો વિશેષ કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અંદાજે 75 જેટલી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થી સ્વયંસેવકો દ્વારા મહિલાઓને માસિક ધર્મ દરમિયાન રાખવી પડતી સ્વચ્છતા (Menstrual Hygiene), એચપીવી (HPV) વેક્સિનેશન અને એનીમિયા (લોહીની ઉણપ) નિવારણ જેવા ગંભીર વિષયો પર ઇન્ટરેક્ટિવ સત્રો દ્વારા ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, શિબિરમાં આવેલી મહિલાઓના પાયાના સ્વાસ્થ્ય પેરામીટર્સની પણ તપાસ કરવામાં આવી હતી.

મહિલાઓમાં સુરક્ષિત સ્વાસ્થ્ય પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે 100થી વધુ સેનિટરી પેડ્સના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે મહિલાઓમાં લોહીની ઉણપ જણાઈ હતી, તેમને આયર્ન અને ફોલિક એસિડની ટેબ્લેટ્સ આપવામાં આવી હતી અને તેના યોગ્ય ઉપયોગ વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ સમગ્ર અભિયાનનું સંચાલન MSN ના વિદ્યાર્થી નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ અને ગાંધીનગરની વિવિધ મેડિકલ કોલેજોના 54 જેટલા મેડિકલ વિદ્યાર્થીઓએ સ્વયંસેવક તરીકે સેવા આપી હતી.

આ સફળ આયોજન ડૉ. જીજ્ઞેશ શાહ અને ડૉ. મૌલિક શેઠના માર્ગદર્શન હેઠળ તથા અમદાવાદ મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોના સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...