Saturday, November 14, 2026

દિવાળી અને બેસતા વર્ષની રજાઓમાં AMC હોસ્પિટલના ડૉક્ટરો બન્યા ‘દેવદૂત’: પેટમાં ચપ્પુ વાગેલા ગંભીર દર્દીને મળ્યું નવજીવન

spot_img
Share

અમદાવાદ : જ્યારે સમગ્ર રાજ્યમાં દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ રહી હતી, ત્યારે અમદાવાદની સરસપુરમાં આવેલી મ્યુનિસિપલ સંચાલિત શારદાબેન જનરલ હોસ્પિટલના ડૉક્ટરો પોતાના તહેવારો અને પરિવારને ભૂલીને દર્દીઓની સેવામાં ખડેપગે ફરજ નિભાવી રહ્યા હતા. બેસતા વર્ષની મોડી રાત્રે એક અત્યંત ગંભીર ઘટના સામે આવી, જેમાં પેટના ભાગે ગંભીર રીતે ચપ્પુ વાગેલા સ્થિતિમાં એક દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ઈજા એટલી ગંભીર હતી કે દર્દીના આંતરડા શરીરની બહાર આવી ગયા હતા અને તેનો જીવ અત્યંત જોખમમાં મુકાયો હતો.

આ અત્યંત જટિલ, સફળ અને જીવદાયક ઓપરેશન મોડી રાત્રે 2 વાગ્યે સર્જરી વિભાગના તજજ્ઞ ડૉક્ટરો ડૉ. હેમંત લેઉવા, ડૉ. જૈનમ શાહ, ડૉ. લકીર પટેલ, અને ડૉ. પૃથા જાદવ તથા તેમની સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરનાર હોનહાર રેસિડેન્ટ ડૉક્ટરો ડૉ. નચિકેત સખીયા, ડૉ. જય પટેલ, અને ડૉ. સંયમ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ટીમ વર્ક અને ત્વરિત નિર્ણયશક્તિના પરિણામે 3 કલાક ચાલેલા આ ઓપેરશન બાદ દર્દીને મોતના મુખમાંથી પાછો લાવી શકાયો હતો.

ધનતેરસ, દિવાળી અને નૂતન વર્ષ જેવા સૌથી મોટા તહેવારોમાં જ્યાં સૌ કોઈ પોતાના પરિવાર સાથે સમય વિતાવે છે, ત્યારે શારદાબેન હોસ્પિટલના ડૉક્ટરોએ પોતાના અંગત તહેવારોની પરવા કર્યા વિના, દિવસ-રાત જોયા વગર સતત હોસ્પિટલમાં રહીને દર્દીઓની સારવાર કરી હતી. તબીબી વ્યવસાયને માત્ર નોકરી નહીં પણ ‘સેવાધર્મ’ માનનાર આ ડૉક્ટરોની નિષ્ઠા, અથાક મહેનત અને ડેડિકેશન ખરા અર્થમાં પ્રશંસનીય અને સમાજ માટે પ્રેરણાદાયક છે.

સફળ સર્જરી બાદ હાલ દર્દીની સ્થિતિ એકદમ સ્થિર અને સારી છે. તબીબોની સઘન દેખરેખ હેઠળ દર્દીને હજુ આગામી 4 થી 5 દિવસ સુધી ઓબ્ઝર્વેશન (નિરીક્ષણ) હેઠળ રાખવામાં આવશે, જેથી તેમની સંપૂર્ણ અને સુરક્ષિત રિકવરી સુનિશ્ચિત કરી શકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...