Thursday, November 12, 2026

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

spot_img
Share

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે. પ્રધાનમંત્રીના આગમનને લઈને અમદાવાદથી લઈને અંબાજી સુધી વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

રિપોર્ટ મુજબ મુજબ, આયોજિત કાર્યક્રમના પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે 13 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે આશરે 9:00 વાગ્યા બાદ દિલ્હીથી વિશેષ વિમાન મારફતે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ એરપોર્ટથી સીધા ગાંધીનગર ખાતે આવેલા રાજભવન જવા રવાના થશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે.

પ્રવાસના બીજા દિવસે એટલે કે 14 નવેમ્બરે લાભ પાંચમના શુભ અને પવિત્ર દિવસે સવારે આશરે 10:00 વાગ્યા બાદ વડાપ્રધાન અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે બનાસકાંઠા જવા રવાના થશે. બપોરે આશરે 12:00 વાગ્યાના સુમારે તેમનું હેલિકોપ્ટર અંબાજી ખાતે લેન્ડ થશે અને તેઓ સીધા અંબાજી મંદિર પરિસરમાં પહોંચશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંબાજી આગમનને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર પરિસર, હેલિપેડ તેમજ આસપાસના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન કરી દેવામાં આવી છે. ગુજરાત પોલીસ, SPG અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાફલાના રૂટ, ટ્રાફિક ડાયવર્ઝન અને સુરક્ષા બંદોબસ્તનું ઝીણવટભર્યું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, તહેવારના દિવસો હોવાથી અંબાજી દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે પણ વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.

લાભ પાંચમના શુભ મુહૂર્તમાં વડાપ્રધાન અંબાજી માતાજીના મંદિરમાં દર્શન કરીને વિશેષ પૂજાવિધિ સંપન્ન કરશે અને દેશની સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે. દર્શન અને પૂજા-અર્ચના પૂર્ણ કર્યા બાદ તેઓ બપોરે પરત અમદાવાદ આવી દિલ્હી જવા રવાના થશે.

વડાપ્રધાનના આ મહત્વપૂર્ણ ગુજરાત પ્રવાસને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને અંબાજી ધામમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...