Saturday, November 14, 2026

વસ્ત્રાપુરની આ રેસ્ટોરન્ટની બેદરકારી, વેજ મંગાવ્યું અને નીકળ્યું નોન-વેજ, AMCએ ફટકાર્યો 25000 નો દંડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ફૂડ ડિલીવરીમાં ગંભીર બેદરકારીનો મામલો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. વસ્ત્રાપુરમાં આવેલી પ્રખ્યાત ફૂડ બ્રાન્ડ દમસફર યુનાઈટેડ ફૂડ બ્રાન્ડની એક હોટલ/રેસ્ટોરન્ટ દ્વારા ગ્રાહકને શાકાહારી ભોજનને બદલે માંસાહારી (નોનવેજ) વાનગી પીરસવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ બેદરકારી ઉઘાડી પાડયા બાદ સબંધિત ગ્રાહકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. જેને લઈને હવે આ મામલે AMC તંત્ર પણ જાગ્યું છે. રેસ્ટોરન્ટની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ મુજબ, રેસ્ટોરન્ટમાં ખાવા ગયેલી બે યુવતીઓ દ્વારા શાકાહારી વાનગીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ રેસ્ટોરન્ટની ગંભીર ભૂલના કારણે તેમને નોનવેજ વાનગી પીરસવામાં આવી હતી. આ બાબત ધ્યાને આવતા જ બંને યુવતીઓએ તાત્કાલિક ધોરણે આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ફૂડ વિભાગમાં લેખિત તથા મૌખિક ફરિયાદ નોંધાવી હતી. યુવતીઓની આ જાગરૂકતાના કારણે વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.આ ગંભીર બેદરકારીના કારણે ગ્રાહકોની ધાર્મિક આસ્થા અને આરોગ્ય બંને સાથે ગંભીર ચેડાં થયા છે.

ફરિયાદ મળતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમે સ્થળ તપાસ હાથ ધરી હતી અને રેસ્ટોરન્ટની રસોડાની તેમજ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા ચકાસી હતી. ગ્રાહકોના આરોગ્ય અને શુદ્ધ શાકાહારી આહારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આરોગ્ય વિભાગે દમસફર બિરયાનીને સપાટામાં લઈને રૂપિયા 25,000 (રૂ. 25,000) નો માતબર દંડ ફટકાર્યો છે. આ કડક કાર્યવાહીથી અન્ય રેસ્ટોરન્ટ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે અને ગ્રાહકો દ્વારા આવી બેદરકારી દાખવનાર સંચાલકો સામે વધુ કડક દંડાત્મક પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...