ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીઓને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. આ નિર્ણય હેઠળ તમામ વહીવટી અને શૈક્ષણિક ફાઈલ કામગીરી ઈ-સરકાર પોર્ટલ મારફતે જ કરવાની રહેશે.જો કોઈ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ફાઇલો કે પત્ર હાર્ડ કોપીમાં મોકલશે તો જિલ્લા શિક્ષણાધિકારી સામે કાર્યવાહી થશે તેવી પણ જણાવાયું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કમિશનર શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને એક પત્ર લખવામાં આવ્યો છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઈ-સરકારનું અમલીકરણ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં તમામ ફાઈલ ઈ-સરકાર મારફતે જ ચલાવવા કમિશનર શાળાઓની કચેરીએ આદેશ કર્યો છે.આ નવા આદેશ અનુસાર હવે DEO કચેરીઓમાંથી શાળા કમિશનર કચેરીમાં મોકલાતી તમામ ફાઈલો અને પત્રવ્યવહાર માત્ર ઈ-સરકાર સિસ્ટમ મારફતે જ સ્વીકારવામાં આવશે. શાળા કમિશનર કચેરીએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે કોઈપણ પ્રકારની હાર્ડ કોપી ફાઈલ કે પત્ર સ્વીકારવામાં નહીં આવે.
આ પહેલા પણ ઘણીવાર શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઈ-સરકારનું અમલીકરણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ તેનો પૂરેપૂરો અમલ કચેરીઓ નહીં કરતી હોવાથી હવે કડક નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશનર શાળાઓની કચેરી ખાતે મોકલવામાં આવતી તમામ ફાઇલો અને પત્ર હવે માત્ર ઈ-સરકાર મારફતે જ મોકલવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જો કોઈ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ફાઇલો કે પત્ર હાર્ડ કોપીમાં મોકલશે તો જિલ્લા શિક્ષણાધિકારી સામે કાર્યવાહી થશે તેવી પણ જણાવાયું છે.
રાજ્ય સરકારે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેમના કચેરી સ્તરે ઈ-સરકાર પ્રણાલીનું સંપૂર્ણ અમલીકરણ કરવા કડક સૂચનાઓ આપી છે. આથી ફાઈલ પ્રક્રિયામાં વિલંબ ઘટશે તેમજ દસ્તાવેજોનું ટ્રેકિંગ પણ સરળ બનશે. આદેશનું પાલન ન કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ડિજિટલ સિસ્ટમને અપનાવવાથી શિક્ષણ વિભાગની કામગીરી વધુ કાર્યક્ષમ અને ઝડપી બનશે તો સાથે વહીવટી પ્રક્રિયાઓ પણ વધુ સરળ અને સુગમ બનશે.


