Wednesday, July 22, 2026

અમદાવાદીઓ માટે નવું નજરાણું ! કાંકરિયામાં બાળકો માટે બનશે કેન્ડી વર્લ્ડ અને લાઈટ એન્ડ મ્યુઝિકલ ફાઉન્ટેન શો

spot_img
Share

અમદાવાદ : શહેરનું કાંકરિયા લેકફ્રન્ટ પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ રહ્યું છે. લેકફ્રન્ટમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિત 15 કરોડના ખર્ચે કેન્ડી વર્લ્ડનું નિર્માણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના શહેરી વિકાસ, પુનઃપ્રાપ્ય ઊર્જા અને પ્રવાસન પ્રોત્સાહનલક્ષી અનેક મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, પ્રવાસન સ્થળોને વધુ મુલાકાતી-ફ્રેન્ડલી બનાવવા માટે બજેટની જોગવાઈઓ મંજૂર કરવામાં આવી છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી ખર્ચને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. રાજ્યમાં પ્રવાસન સ્થળોને વેગ મળે તે માટે AMCના કાંકરિયા તળાવ, અટલ બ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ, જગન્નાથ મંદિર અને સ્વામિનારાયણ મંદિર જેવા સ્થળોને ડેવલોપ કરવામાં આવે તે માટેની કમિટીએ મંજૂરી આપી છે.

કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં AMC દ્વારા 4133 ચો.મી. વિસ્તારમાં બાળકો માટે રૂપિયા 10 કરોડના ખર્ચે કેન્ડી મ્યુઝિમ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં થીમ આધારિત પ્રવેશ દ્વારા, ટિકિટ ઝોન, ફૂડ ઝોન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આશે. મુલાકાતીઓ માટે અલગ પ્રવેશ દ્વારા અને બહાર નીકળવાના સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવશે. અંદાજે એક વર્ષમાં કેન્ડી વર્લ્ડ નામનું થીમ આધારિત મનોરંજન પાર્ક બનશે.

આ ઉપરાંત AMC દ્વારા રૂપિયા 5.54 કરોડના ખર્ચે મલ્ટીમીડિયા મ્યુઝિકલ ફાઉન્ટેન શો વિકસાવવામાં આવશે. જે અંતર્ગત પાણીના ફુવારા, સંગીત, લાઈટિંગ અને દૃશ્ય પ્રોજેક્ટશનના સંકલનથી તૈયાર થનારા આ વિશિષ્ટ ઝોનમાં પાણીના પડદા પર દૃશ્યાવલિ રજૂ કરવામાં આવશે. જેમાં 15-15 મિનિટના ચાર જુદા જુદા થીમ આધારિત શો સાંજે 7 વાગ્યા બાદ નિહાળી શકાશે.

ચોકલેટ મોન્યુમેન્ટ, ફોટોગ્રાફી માટે પ્લેસ, ફેન્ટેસી વર્લ્ડ ઉપરાંત બબલ બ્લાસ્ટ, ગેમઝોન, થીમ આધારિત ફૂડ કીઓસ્ક, મિલ્કી વે ગ્લેક્સીમાં દોરડાથી બનેલું પ્લે ગ્રાઉન્ડ, સેન્સરી અનુભવ આપતી રમતો, રેઈનબો સ્લાઈડ, ઈમર્સિવ રાઈડ, ડાર્ક રાઈડ, નીઓન પિકલ બોલ, ફન રાઈડ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...