Monday, November 16, 2026

દિવાળીના તહેવારોમાં અમદાવાદમાં AMA ના ‘ડોક્ટર ઓન કોલ’ અભિયાનને સફળતા, એક સપ્તાહમાં 80 થી વધુ દર્દીઓને તબીબી માર્ગદર્શન

spot_img
Share

અમદાવાદ : દિવાળીના તહેવારો દરમિયાન શહેરના નાગરિકોને સમયસર અને નિઃશુલ્ક પ્રાથમિક તબીબી સલાહ તથા કટોકટીની સ્થિતિમાં માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન (AFPA) દ્વારા સંયુક્ત રીતે ‘ડોક્ટર ઓન કોલ-દિવાળી હેલ્થકેર સપોર્ટ ઇનિશિયેટિવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. એક સપ્તાહ સુધી ચાલેલા આ અભિયાન દરમિયાન 80 થી વધુ ફોન કોલ્સનો જવાબ આપી દર્દીઓ અને તેમના પરિવારજનોને તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

દિવાળીની રજાઓ દરમિયાન મોટાભાગની નિયમિત ઓપીડી અને ક્લિનિક્સ બંધ રહેતાં નાગરિકોને આરોગ્યલક્ષી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી હતી. અભિયાન અંતર્ગત પ્રાથમિક તબીબી સંકલનકારોએ સાત દિવસ દરમિયાન 80થી વધુ કોલ્સને સમયસર પ્રતિસાદ આપ્યો હતો.

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) ના જણાવ્યા મુજબ, આ દરમિયાન હૃદયરોગના હુમલાની શંકા ધરાવતા કેટલાક ગંભીર કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. આવા દર્દીઓને તાત્કાલિક પ્રાથમિક તપાસ અને માર્ગદર્શન બાદ નજીકની કાર્ડિયાક તથા ઇમરજન્સી હોસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

દિવાળીના ફટાકડાને કારણે દાઝી જવા કે ઈજા થવાના ચારથી પાંચ કિસ્સાઓમાં પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન આપી જરૂરિયાત મુજબ સંબંધિત નિષ્ણાતો અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફ્રેક્ચરના બે કિસ્સાઓમાં પણ દર્દીઓ અને તેમના પરિવારજનોને આશ્વાસન આપી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અભિયાન દરમિયાન મોટાભાગના ફોન કોલ્સ તાવ, ઉધરસ, શરદી અને પેટની તકલીફ જેવી સામાન્ય તેમજ મોસમી બીમારીઓને લગતા હતા. તમામ કોલ કરનારને ફોન પર વ્યવસ્થિત અને સંવેદનશીલ રીતે તબીબી સલાહ આપવામાં આવી હતી.

આ સમગ્ર અભિયાનમાં વિવિધ તબીબી વિશેષતાઓ ધરાવતા 80 થી વધુ ડોક્ટરોની ટીમે પ્રાથમિક સંકલનકારોને સહયોગ આપ્યો હતો. એક દાયકાથી વધુ સમયથી ચાલી આવતી સામાજિક સેવાની પરંપરાને આગળ વધારતાં બંને સંસ્થાઓએ તહેવારોના સમયમાં પણ નાગરિકોની આરોગ્યસેવા સુલભ રહે તે માટે આ પહેલ કરી હતી.

અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં પ્રમુખ ડૉ. કલ્પિતા દવે અને માનદ મંત્રી ડૉ. મૌલિક શેઠ તેમજ અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશનના પ્રમુખ ડૉ. રમેશ આઈ. પટેલ અને માનદ મંત્રી ડૉ. મેહુલ શેલતે આ અભિયાનમાં સહભાગી તમામ ડોક્ટરો અને તબીબી ટીમના પ્રયાસોને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...