Tuesday, November 17, 2026

અમદાવાદીઓ સાવધાન! ભદ્રથી ત્રણ દરવાજા સુધીનો રોડ વાહનો માટે 4 દિવસ સુધી બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ

spot_img
Share

અમદાવાદ : હેરિટેજ સિટી અમદાવાદમાં હેરિટેજ વીકની ઉજવણી થવા જઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 19થી 25 નવેમ્બર 2026 દરમિયાન હેરિટેજ અને ભદ્ર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલું છે.આ હેરિટેજ વીકની ઉજવણીને પગલે ટ્રાફિકનું મોટું એલર્ટ! ભદ્રકાળી મંદિર અને આસપાસના વિસ્તારોમાં વાહનવ્યવહાર માટે જાહેર કરાયા પ્રતિબંધો.

જેના ભાગરૂપે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ભદ્ર પરિસર અને તેની આસપાસના મુખ્ય રસ્તા બંધ રહેશે. આ પ્રતિબંધ 17થી 20 નવેમ્બર સુધી બે તબક્કામાં 4 દિવસ સુધી બંધ રહેશે.જ્યારે ભદ્ર પરિસરમાં વાહનોના પ્રવેશ અને પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે. વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. એલિસબ્રિજ, ખમાસા, માધુપુરા ચોકડી અને રિલીફ રોડ તરફથી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકાશે. હેરિટેજ વીક દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.

આ 7 રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ રહેશે

1. ભદ્ર મંદિરથી ત્રણ દરવાજા તરફનો માર્ગ.
2. ભદ્ર પરિસરના તમામ ગેટથી વાહનોની અવરજવર.
3. વિજય દરવાજેથી ભદ્ર મંદિર તરફ આવતો માર્ગ.
4. જૂના પંચાયતથી બહુચર માતાજીના મંદિર થઈ ભદ્ર તરફ આવતો માર્ગ.
5. પાંજરાપોળ ચાર રસ્તાથી ત્રણ દરવાજા તરફ જતો માર્ગ.
6. રિલીફ ચાર રસ્તાથી ભદ્ર તરફ આવતો માર્ગ (અટલ મસ્જિદ પાસેનો ગેટ).
7. વિક્ટોરિયા ગાર્ડનથી આઈ.પી. મિશન થઈ ભદ્ર તરફ જતો માર્ગ.

વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ

ટ્રાફિક પોલીસે વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગો પણ જાહેર કર્યા છે.

– અટલ બ્રિજથી ખમાસા થઈ AMC ઓફિસ અને માધવચોક તરફ જઈ શકાશે.
– નહેરુ બ્રિજથી સૈયદની જાળી થઈ રિલીફ રોડ અને કાલુપુર તરફ જઈ શકાશે.
– નહેરુ બ્રિજથી સૈયદની જાળી થઈ જૂના પંચાયત, સેશન કોર્ટ અને વિક્ટોરિયા ગાર્ડન તરફ જઈ શકાશે.
– ધી-કાંટા ચાર રસ્તાથી પાંજરાપોળ ચાર રસ્તા થઈ માધવચોક અને ખાડિયા તરફ જઈ શકાશે.

પોલીસની વાહનચાલકોને અપીલ

હેરિટેજ વીક દરમિયાન ટ્રાફિકની અવરજવર સરળ રહે તે માટે વાહનચાલકોને જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

તેથી અમદાવાદીઓ, ઘરેથી નીકળતા પહેલાં આ ટ્રાફિક રૂટની માહિતી ચોક્કસ જાણી લેજો, જેથી બિનજરૂરી ટ્રાફિક અને સમયના બગાડથી બચી શકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...