Thursday, September 17, 2026

અમદાવાદીઓની પહેલી પસંદ બની વૈદિક હોળી, પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે બુકિંગ, AMCએ ઓર્ડર લેવાનુ બંધ કર્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં બે વર્ષથી ભારતીય સંસ્કૃતિમાં ઉજવતાં હોળીકા દહનનાં પર્વને વૈદિક હોળીને વધુ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ત્યારે ગાયનાં છાણમાંથી બનતી સ્ટીક અને છાણાનો હોળીકા દહનમાં ઉપયોગ કરવા માટે વૈદિક હોળીની કીટ તૈયાર કરવામાં આવી હતી. એક જ અઠવાડિયામાં મ્યુનિસિપલ કોર્પોરેશનને વૈદિક હોળી માટેની કીટનો અદભુત પ્રતિસાદ મળ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી બનાવેલ સ્ટીક,ટીકકી ,છાણની પ્રોડકટસ,પુજા સામગ્રી સાથેની કીટ તૈયાર કરવામા આવી છે.હોળી પર્વ દરમિયાન લાકડાનો ઉપયોગ ઘટે એ માટે તંત્ર તરફથી કરવામા આવેલી પહેલ દરમિયાન એક સપ્તાહમાં 101 કીટની તૈયારી સામે 131 શહેરીજનો દ્વારા ઓનલાઈન રુપિયા 2500 ના ટોકન ઉપરાંત ગૌ સેવા ડોનેશન સાથે રુપિયા 3.27 લાખ આપવામા આવ્યા હતા.તંત્રની ધારણા કરતા પણ વધુ બુકીંગ આવતા કીટ માટે નવા ઓર્ડર લેવાનુ બંધ કરવુ પડયુ હતુ.

CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે,એક જ અઠવાડિયામાં મ્યુનિસિપલ કોર્પોરેશનને વૈદિક હોળી માટેની કીટનો અદભુત પ્રતિસાદ મળ્યો છે. સૌથી વધારે બુકિંગ શહેરના પશ્ચિમ વિસ્તારમાં થલતેજ, બોપલ, ઘુમા, શીલજ, ઘાટલોડિયા, વસ્ત્રાપુર ચાંદલોડિયા અને ગોતા જેવા વિસ્તારમાંથી મળ્યા છે. તેમને આજે આપવાની શરૂઆત કરી છે. રવિવાર સુધીમાં તમામ સોસાયટીઓમાં આ વૈદીક હોળીની કીટ પહોંચી જશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં બે વર્ષથી ભારતીય સંસ્કૃતિમાં ઉજવતાં હોળીકા દહનનાં પર્વને વૈદિક હોળીનાં કોન્સેપ્ટ તરીકે વધુને વધુ પ્રોત્સાહન આપવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા છે. ગાયનાં છાણમાંથી બનતી સ્ટીક અને છાણાનો હોળીકા દહનમાં ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ/કાર્બન ઉત્સર્જન ઘટાડી પર્યાવરણનું જતન કરી વાતાવરણની અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...