Saturday, June 13, 2026

અમદાવાદમાં AMC પ્રથમ વખત રિવરફ્રન્ટ પર યોજશે ગરબા, માત્ર ઓનલાઇન ટિકિટ જ મળશે

spot_img
Share

અમદાવાદઃ શહેરની ગરબા પ્રેમીઓ માટે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત નવરાત્રિનું આયોજન કરવામાં આવશે. 26થી 28 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી ગરબા રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે. રંગતાલી રિવરફ્રન્ટ નામથી યોજાનારા ત્રણ દિવસીય ગરબાનું આયોજન કરવા માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ વખત સાબરમતી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે A, B, C અને D એમ ચારે બ્લોક ખાતે રંગતાલી રિવરફ્રન્ટ નામે ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં સમગ્ર ત્રણ દિવસ ગરબાનું સંચાલન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને સોંપવામાં આવશે. નવરાત્રિમાં ગરબા રમવા જતા ખેલૈયાઓને પાર્કિંગ, સિક્યુરિટી અને ખાણીપીણી સહિતની સુવિધાઓની જરૂર હોય છે. જેથી આ તમામ સુવિધાઓ પણ ઇવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવશે. રિવરફ્રન્ટ પર યોજાનારા ગરબામાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો ખેલૈયાઓને પોતાના સૂર પર ડોલાવશે.

સૌ પ્રથમ યોજાવા જઈ રહેલા ગરબામાં કોઈપણ અસામાજિક તત્વો કે અન્ય લોકો ટિકિટ વિના ન પ્રવેશી શકે તેના માટે ડિજિટલ એન્ટ્રી રાખવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. જેમાં માત્ર ઓનલાઈન જ લોકો ટિકિટ મેળવી શકશે અને ટિકિટ પરના બારકોડ સ્કેન કરી અને લોકોને ગરબામાં પ્રવેશ આપવામાં આવે એ મુજબનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

નવરાત્રિમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓની સુવિધાને પ્રાધાન્ય અપાશે. આયોજકો દ્વારા પાર્કિંગ, સિક્યુરિટી અને વિવિધ પ્રકારની ખાણીપીણી સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઇવેન્ટ સેન્ટર ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ગરબા મહોત્સવમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો તેમના સૂર અને તાલે ખેલૈયાઓને ગરબે ઘૂમવા મજબૂર કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...