Thursday, June 25, 2026

નારણપુરામાં ગેરકાયદેસર ઓનલાઈન ગેમિંગ રેકેટનો પર્દાફાશ, 5 રાજસ્થાની પકડાયા, ચાઇનીઝ ગેંગનો હાથ હોવાની શંકા

spot_img
Share

અમદાવાદ : શહેરના નારણપુરા વિસ્તારમાંથી ઓનલાઈન સટ્ટા અને સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ભાડેથી મકાન રાખીને પ્રતિબંધિત ઓનલાઇન ગેમિંગના નાણાં મ્યુલ એકાઉન્ટ મારફતે હેરફેર કરતી ગેંગ છ માસથી રેકેટ ચલાવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ દેશવ્યાપી કૌભાંડમાં નારણપુરા પોલીસે રાજસ્થાનના પાંચ શખ્સોની ધરપકડ કરી છે. પ્રતિબંધિત “REDDY ANNA” ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ મુજબ, નારણપુરા પોલીસને બાતમી મળી હતી કે, આદર્શનગરના એક મકાનમાં કેટલાંક રાજસ્થાનના લોકો ભાડેથી રહે છે અને ગેરકાયદે પ્રવૃતિ કરે છે. જેથી પોલીસે રેડ કરતા અહીં ઓનલાઇન ગેમીંગના નાણાંને મ્યૂલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કૌભાંડ મળી આવ્યુ હતું.પોલીસે રેડ દરમિયાન રાજસ્થાનના વિશાલ બાલોટિયા, સચીન બોકોલીયા, સોનુ બડાલીયા, મુન્નારામ નવલ, છોટુરામ નવલ નામના પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.આ તમામ આરોપીઓ અહીં ગેરેજમાં કે અન્ય જગ્યાએ મજુરી કામ કરવાની સાથે “REDDY ANNA” નામની પ્રતિબંધિત એપ્લીકેશનમા ક્રિકેટ, ફુટબોલ જેવી ગેમ ઓનલાઇન રમાડવા માટે આઇડી બનાવી આપી નાણાં મેળવતા હતા.

વધુમાં તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આ લોકો પ્રતિબંધિત “REDDY ANNA” નામની ગેમિંગ એપ પર ઓનલાઇન ગેમ રમાડતા હતા. “REDDY ANNA” નામની એપ્લિકેશનમાં તેઓ ક્રિકેટ, ફૂટબોલ જેવી ગેમ ઓનલાઇન રમાડવા માટે આઇડી બનાવી આપી નાણાં મેળવતા હતા. આ આઇડી ધારકો પાસેથી મેળવવામાં આવતા નાણાં વિવિધ મ્યૂલ એકાઉન્ટમાં જમા થતા હતા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે તમામ એકાઉન્ટ મામલે તપાસ શરૂ કરી છે.

હાલ આ મામલે પોલીસ બેંક એકાઉન્ટની વિગતો તપાસતા મળી આવેલ બેંક એકાઉન્ટ વિરુદ્ધ ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છેતરપિંડીના કેસ નોંધાયા છે. જે એકાઉન્ટોમાં સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર થયા હતા. બીજી બાજુ અત્યાર સુધીમાં પ્રતિબંધિત ગેમિંગ એપ્લિકેશન માધ્યમથી કેટલા પૈસા મેળવ્યા છે અને કેટલા લોકો ગેમિંગ એપનો ઉપયોગ કરતા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...