Friday, June 26, 2026

અમદાવાદમાં AMC માં નવી સમિતિઓના ચેરમેન જાહેર, કોને કઈ જવાબદારી મળી?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. જેમાં 11 કમિટીના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન સહિતના હોદ્દેદારોની નિમણૂક થઈ હતી. સામાન્ય સભા પહેલા સત્તાધારી પક્ષ ભાજપની મળેલી એજન્ડા બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, હિતેશ બારોટ સહિતના સંગઠનના પદાધિકારીઓ દ્વારા કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના નામ સહિત સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી. AMTS કમિટીના ચેરમેન તરીકે શહેર ભાજપ પૂર્વ મહામંત્રી પરાગ નાયકની નિમણૂક કરવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ, શહેરમાં રોડ અને રસ્તાની જવાબદારી એટલે કે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પાલડી વોર્ડના કોર્પોરેટર જૈનિક વકીલની નિમણૂંક કરાઈ છે. આ ઉપરાંત ધરમશી દેસાઈની વોટર સપ્લાય કમિટી, દીપક પંચાલની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી, ભાગ્યેશ પટેલની ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટી, જીતેન્દ્ર ખચરિયાની રીક્રીએશન એન્ડ હેરિટેજ કમિટી, વિપુલ પટેલની લીગલ કમિટી, મુકેશ પટેલની રેવન્યુ કમિટી, ડૉ. ચાંદની પટેલની હૉસ્પિટલ કમિટી, હિતેન્દ્ર પરમારની મટીરીયલ મેનેજમેન્ટ કમિટી, દર્શન શાહની હાઉસિંગ એન્ડ ઈમ્પ્રુવમેન્ટ કમિટી, ડિમ્પલ વરદાયનીની મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 પેટા કમિટીઓના સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી હતી. વિપક્ષના કોર્પોરેટરોને અન્ય કમિટીમાં નિમણૂક આપવા અંગેની માગ દરિયાપુર વોર્ડના કોર્પોરેટર નીરવ બક્ષી દ્વારા કરવામાં આવી હતી. આ અંગે મેયર હિતેશ બારોટે કહ્યું, 25 વર્ષ પહેલા તમે કમિટીમાં નિમણૂક આપી નહોતી અને એ જ પરંપરા અત્યાર સુધી ચાલી રહી છે. પ્રજાના કામ કોર્પોરેટર બનીને પણ કરી શકાય છે.

આ પહેલા સામાન્ય સભાની શરૂઆત થઈ ત્યારે મેયર હિતેશ બારોટ વંદે માતરમ ગીત દરિયાન મોબાઈલ ફોનના ઉપયોગને લઈ ગુસ્સે ભરાયા હતા અને તમામ કોર્પોરેટરોને ફોન બહાર મુકીને આવવા અથવા તો સ્વીચ ઓફ કરવા ટકોર કરી હતી. જેને લઈ સામાન્ય સભામાં સન્નાટો છવાઈ ગયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...