Saturday, September 19, 2026

AMCની ઉમદા પહેલ : વિસ્તારદીઠ વાચનાલય, આગામી સમયમાં નવા 33 વાચનાલયો તૈયાર કરવાનું આયોજન, 56 વાચનાલયો કાર્યરત

spot_img
Share

અમદાવાદ : વાચકો અને સ્ટુડન્ટ્સ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક મોટો નિર્ણય લીધો છે. શહેરનાં વાંચનપ્રેમીઓ, પરીક્ષા કેન્દ્રિત તૈયારી કરતાં વિદ્યાર્થીઓ તેમજ સિનિયર સિટિઝન્સ માટે હાલ શહેરનાં સાત ઝોનમાં કુલ 56 વાચનાલયો કાર્યરત છે. હવે વાંચન સુવિધાને વધુ વિસ્તૃત બનાવવા માટે કુલ 33 નવી વાચનાલયો બનાવવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા માહિતી આપવામાં આવી છે કે, AMC દ્વારા આવનારા સમયમાં નવા 33 વાચનાલયો તૈયાર કરવાનું આયોજન – સાત ઝોનમાં 56 વાચનાલયો કાર્યરત છેઅમદાવાદ શહેરમાં નાગરિકોની વાંચન સુવિધાને વધુ વિસ્તૃત બનાવવા માટે કુલ 33 નવી વાચનાલયો ઊભી કરવાની યોજના અમલમાં છે. નિકોલ, રાણીપ, વસ્ત્રાલ, રખીયાલ અને નરોડા વિસ્તારોમાં નવા વાચનાલયોઓનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં તેમનું લોકાર્પણ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મુખ્ય પ્રયાસ એ છે કે દરેક ઝોન, વોર્ડ અને વિસ્તાર સુધી ઓછામાં ઓછી એક વાચનાલયો તૈયાર કરવામાં આવે અને આ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે કાઉન્સિલરશ્રીઓ અને ધારાસભ્યોશ્રીઓ પણ સક્રિય સહયોગ આપી રહ્યા છે. દરેક વાચનાલયોમાં CCTV અને Wi-Fi સુવિધા ઉપલબ્ધ કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાંથી 11 વાચનાલયોમાં CCTV સ્થાપિત કરી દેવામાં આવ્યા છે.

માત્ર છ મહિનાના સમયમાં શહેરની વાચનાલયોએ વાચકોની સંખ્યાનો મહત્વપૂર્ણ આંકડો હાંસલ કર્યો છે. એપ્રિલ 2025 થી સપ્ટેમ્બર 2025 દરમિયાન કુલ 4,05,589 વાચકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરની વાચનાલયોનો લાભ લીધો છે, જે વાંચન સંસ્કૃતિ પ્રત્યે શહેરના રહેવાસીઓની વધતી લાગણીને સ્પષ્ટ કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...