Wednesday, March 25, 2026

જુના વાડજ સર્કલ પાસે રાહદારીને મોતને ઘાટ ઉતારી ડમ્પર ચાલક ભાગ્યો, ટુ-વ્હીલર સવારોએ પીછો કર્યો પણ ચાલક ફરાર

spot_img
Share

અમદાવાદ : શહેરમાં વધુ એક ડમ્પર ચાલકે એક રાહદારીને ભોગ લીધો છે.જુના વાડજ સર્કલ ખાતે વહેલી સવારે ડમ્પરે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું સ્થળ પર જ મોત થયું છે. આ બનાવ બાદ સ્થાનિકોએ ડમ્પરનો પીછો કર્યો પરંતુ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.બનાવ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જુના વાડજની હનુમાનપુરા ચાલીમાં રહેતા ધીરજભાઈ વહેલી સવારે રૂટિન મુજબ ચા પીવા માટે ગયા હતા. ચા પીને તેઓ પગપાળા પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા એક ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માત એટલો ભયાનક હતો કે ધીરજભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

આ અકસ્માતમાં ધીરજભાઈને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે સ્થળ પર જ મોત થયું હતું.અકસ્માત થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.અકસ્માત કરીને ડમ્પર ચાલક ડમ્પર લઈને નાસી રહ્યો હતો. કેટલાક સ્થાનિકોએ ટુ વ્હીલર ઉપર ડમ્પરનો પીછો પણ કર્યો પરંતુ ડમ્પર ચાલક ભાગી ગયો હતો.

બનાવ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એચ ચૌધરીએ જણાવ્યું કે ડમ્પર ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો છે. પરંતુ ડમ્પરનો નંબર મેળવી લેવામાં આવ્યો છે. હાલ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે. ફરિયાદ નોંધ્યા બાદ ડમ્પરના નંબરના આધારે ડમ્પર ચાલકની ધરપકડ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...