Thursday, September 17, 2026

ઈસ્કોન ચાર રસ્તા પાસે ઈલેક્ટ્રિક બસ બેકાબૂ બની, રીક્ષાનો નીકળી ગયો કચ્ચરઘાણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ઈસ્કોન ચાર રસ્તા નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં GSRTCની ઈલેક્ટ્રિક બસ બેકાબુ બની ગઈ. મળતી માહિતી મુજબ બસના ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો. આ ઘટનામાં બસે રસ્તા પર ચાલતી એક રિક્ષાને જોરદાર ટક્કર મારી, જેના કારણે રિક્ષાનો કચ્ચરઘાણ થઈ ગયો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઈસ્કોન ચાર રસ્તા નજીક ઇલેક્ટ્રિક બસ પૂરઝડપે આવી રહી હતી અને વળાંક પાસે ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા લોખંડના ડબ્બાની જેમ વળી ગઈ હતી. અકસ્માત થતા જ આસપાસના વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, રિક્ષામાં સવાર મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે, જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ઘટના બાદ પોલીસ અને તાત્કાલિક સેવાઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. પોલીસે ટ્રાફિકને અન્ય માર્ગે વાળીને પરિસ્થિતિને સામાન્ય બનાવવા પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવર દ્વારા કાબૂ ગુમાવવો અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે, જોકે સંપૂર્ણ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ શહેરમાં જાહેર પરિવહન અને માર્ગ સલામતી અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...