Tuesday, August 4, 2026

અમદાવાદીઓને હવે ઘરબેઠા જ મળશે ફોટાવાળું સર્ટિફિકેટ; જાણો આખી પ્રોસેસ, શું કરવું પડશે ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લગ્ન નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની બોડકદેવ સબ ઝોનલ કચેરી ખાતેથી નવા ફોર્મેટ મુજબના મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની સત્તાવાર શરૂઆત કરી દેવામાં આવી છે. 1 ઓગસ્ટથી અમલમાં આવેલા આ નવા નિયમ અંતર્ગત હવે રાજ્યના નાગરિકો ઘર બેઠા ઓનલાઈન સ્લોટ બુક કરીને સરળતાથી મેરેજ સર્ટિફિકેટ મેળવી શકશે. આવો જાણીએ આખી પ્રોસેસ કઈ રીતે મળશે તમને તમારું લગ્ન નોંધણીનું સર્ટિફિકેટ.

સમગ્ર અમદાવાદમાં QR કોડ અને દંપતીના ફોટોગ્રાફ સાથેના લગ્ન સર્ટિફિકેટ આપવાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. મેયર, ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાતનું આ પ્રથમ ડિજિટલ અને ફોટોવાળું લગ્ન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું. આ નવી વ્યવસ્થાથી સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા વધુ પારદર્શક, સુરક્ષિત અને ઝડપી બનશે. સર્ટિફિકેટ પર આપવામાં આવેલા QR કોડને સ્કેન કરીને તે અસલી છે કે નકલી તેની માહિતી ત્વરિત મળી શકશે.

નવી સિસ્ટમ હેઠળ અરજદારે સૌથી પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અધિકૃત વેબસાઇટ ([http://www.ahmedabadcity.gov.in](http://www.ahmedabadcity.gov.in)) પર જઈને નવા મેરેજ રજિસ્ટ્રેશન પોર્ટલ પર પોતાનું એકાઉન્ટ બનાવવું પડશે. નવા અરજદારે યુઝર આઈડી અને પાસવર્ડ બનાવી નોંધણી કરવાની રહેશે, જેનો ઉપયોગ ભવિષ્યમાં લોગિન કરવા માટે કરી શકાશે. અગાઉથી એકાઉન્ટ ધરાવતા નાગરિકો પોતાના જૂના ક્રેડિશિયલ્સથી જ સીધા લોગિન થઈ શકશે.

લોગિન કર્યા બાદ અરજદારે લગ્નનું સ્થળ, સંબંધિત વોર્ડ અને ઝોનની વિગતો દાખલ કરવાની રહેશે. આ ઉપરાંત, વર અને કન્યા પક્ષે લગ્નની કંકોત્રી અને લગ્નના ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના રહેશે. સાથે જ વર-કન્યા, સાક્ષીઓ તેમજ લગ્ન કરાવનાર પંડિત કે મૌલવીની તમામ જરૂરી માહિતી અને ઓળખના દસ્તાવેજો પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.

અરજી સબમિટ થયા બાદ બે તબક્કામાં તેની ઓનલાઈન ચકાસણી થશે. પ્રથમ તબક્કામાં સબ-રજિસ્ટ્રાર દ્વારા તમામ અપલોડ કરેલા દસ્તાવેજો અને વિગતોની ચકાસણી કરવામાં આવશે. જો બધું યોગ્ય જણાશે તો અરજી રજિસ્ટ્રાર તરફ ફોરવર્ડ કરાશે. ત્યારબાદ રજિસ્ટ્રાર ચેકલિસ્ટ મુજબ અંતિમ ચકાસણી કરીને અરજી મંજૂર, નામંજૂર કે સુધારા અર્થે પરત કરવાનો નિર્ણય લેશે.

અરજી મંજૂર થઈ ગયા બાદ અરજદાર પોતાની અનુકૂળતા મુજબ રૂબરૂ મુલાકાત માટે તારીખ અને સમયનો સ્લોટ ઓનલાઈન બુક કરી શકશે. સ્લોટ બુક થયા બાદ પોર્ટલમાંથી મેમોરેન્ડમની પ્રિન્ટ કાઢીને તેની બંને નકલ પર રૂ. 100-100ના એગ્રીમેન્ટ સ્ટેમ્પ ટિકિટ લગાવવાના રહેશે. નિયત તારીખે વર-કન્યાએ પોતાના મૂળ દસ્તાવેજો સાથે સબ-રજિસ્ટ્રાર સમક્ષ રૂબરૂ હાજર રહીને ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...