Wednesday, August 12, 2026

65મી સુબ્રટો ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ, SAG વડનગરની અંડર-17 ટીમ બની ચેમ્પિયન, હવે દિલ્હી ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

spot_img
Share

અમદાવાદ : ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજિત 65મી સુબ્રટો મુખર્જી ફૂટબોલ ટુર્નામેન્ટ 2026માં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત (SAG), વડનગરની ટીમે અદ્ભુત પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપ પોતાની નામે કરી છે. આ સ્પર્ધાના અંડર-17 વયજૂથના ભાઈઓની શ્રેણીમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 22 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ તા.10 ઓગસ્ટ, 2026ના રોજ સુરત સ્થિત ‘ફાઉન્ટન હેડ સ્કૂલ’ ખાતે રમાઈ હતી. જેમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત (SAG) વડનગર અને જુનાગઢ સીટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. શાનદાર રમતનું પ્રદર્શન કરતા SAG વડનગરની ટીમે જુનાગઢ સીટીને 4-0થી માત આપીને ફાઇનલમાં ભવ્ય વિજય મેળવ્યો હતો, જ્યારે જુનાગઢ સીટીની ટીમ રનર્સ અપ રહી હતી.

ટીમની આ સ્મરણીય સફળતા પાછળ કોચિંગ સ્ટાફનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત (નિકોલ, અમદાવાદ)ના હેડ કોચ મંયક સેલર, મોહસીન મલેક તથા એક્ષપર્ટ કોચ શીવા સર દ્વારા અંડર-17ના તમામ ખેલાડીઓની બારીકાઈથી પસંદગી કરવામાં આવી હતી. તેમના નેતૃત્વમાં ખેલાડીઓને શ્રેષ્ઠ ફિઝીકલ અને ટેકનીકલ ટ્રેનિંગ તથા યોગ્ય પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ટીમ કોચ સત્યનારાયણ ચુડાનાના ઉત્કૃષ્ટ માર્ગદર્શન અને વ્યૂહરચનાએ ફાઇનલમાં ટીમને વિજેતા બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

વિજેતા ટીમ (SAG વડનગર):
ટીમનું નેતૃત્વ કેપ્ટન દિવ્યમ મેહુલભાઇ પટેલે કર્યું હતું. વિજેતા ટીમના ખેલાડીઓની યાદી નીચે મુજબ છે:

1. દિવ્યમ મેહુલભાઇ પટેલ (કેપ્ટન)
2. નીલ લીલાધર ચાંદેકર
3. દેવર્સ સંજયભાઇ પટેલ (ગોલ કીપર)
4. ઓમ તરૂણભાઇ દરજી
5. પૃથ્વી દશરથભાઇ પરમાર
6. દિવ્યમ ગૌતમભાઇ પરમાર
7. સ્મીત નરેશભાઇ સુરતી
8. રોહન બાસવેન્દ્રભાઇ અમ્બીગર
9. સાવન દેવાભાઇ ચૌધરી
10. બિદયુતજોય ખુદીરામ રેનગ
11. રાજવીરસિંગ અભેસિંગ વાલા
12. ધ્રુવવ્રજરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા
13. સત્યનારાયણ બજેન્દ્ર રેનગ

રાજ્ય કક્ષાએ ઝળહળતી સફળતા મેળવ્યા બાદ હવે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત (SAG) વડનગરની અંડર-17 ફૂટબોલ ટીમ દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની 65મી સુબ્રટો મુખર્જી ફૂટબોલ સ્પર્ધા-2026માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે રવાના થશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...