Saturday, August 15, 2026

નવા વાડજની આ સ્કૂલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: દેશભક્તિના રંગે રંગાયા વિદ્યાર્થીઓ

spot_img
Share

અમદાવાદ: શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે શાળા પરિસરમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસ અને અનોખા દેશભક્તિપૂર્ણ માહોલમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

આ પાવન અવસરે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓના વાલી મહેન્દ્રરામ ખોડિયાર તથા શ્રી પ્રવીણભાઈ યાદવ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગો લહેરાવી સલામી આપી હતી. ધ્વજવંદન બાદ ધોરણ KGથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓએ એકથી એક ચડિયાતા દેશભક્તિથી ઓતપ્રોત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્યો અને દેશભક્તિ ગીતો રજૂ કરી સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમમય બનાવી દીધું હતું.

સમારોહ દરમિયાન શાળાના ટ્રસ્ટી અનિતાબેન પટેલ તથા આચાર્ય દીપકભાઈ પટેલે પોતાના જોશીલા અને પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રભાવના, દેશપ્રેમ અને ભવિષ્યના જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા આપી હતી.

કાર્યક્રમના અંતિમ ચરણમાં વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર આયોજન અત્યંત ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના ભાવ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...