Thursday, November 12, 2026

અમદાવાદમાં પાર્કિંગ થશે મોંઘું, વધુ ટ્રાફિકવાળા વિસ્તારમાં વાહન પાર્કિંગના ડબલ ચાર્જ, જાણો ક્યારથી લાગુ થશે નવા દર?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા અને પાર્કિંગ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પે એન્ડ પાર્કિંગના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ રોડ પર, બ્રિજની નીચે, પ્લોટ અને મલ્ટીલેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કરવા માટે અલગ-અલગ ચાર્જ ચૂકવવો પડશે. ખાસ કરીને વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં પાર્કિંગનો દર વધારે રાખવામાં આવ્યો છે. નવા દર આગામી ડિસેમ્બર મહિનાથી અમલી બનશે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પે એન્ડ પાર્કિંગના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. મલ્ટી લેવલ પાર્કિંગ અને પ્લોટના પે એન્ડ પાર્કિંગમાં ટુ વ્હીલરમાં ઓછામાં ઓછા 10 રૂપિયા ચૂકવવા પડશે.જોકે રોડ ઉપર અને બ્રિજની નીચેના પાર્કિંગમાં પ્રથમ કલાકના શહેરના પૂર્વ વિસ્તારમાં 10 અને પશ્ચિમ વિસ્તારમાં 15 રૂપિયા વાહનચાલકોએ ચૂકવવાનો રહેશે.

જે વિસ્તારમાં સૌથી વધારે ટ્રાફિક રહે છે ત્યાં પાર્કિંગનો ચાર્જ ઓછામાં ઓછો પ્રથમ કલાકનો 20 રૂપિયા ચૂકવવો પડશે. દરેકના અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે જે પ્રમાણે વાહન ચાલકોએ હવે ચાર્જ ચૂકવવો પડશે. આગામી ડિસેમ્બર મહિનાથી પાર્કિંગમાં નવા દરો શહેરમાં લાગુ પડશે. જો કે, કમિશનરે સૂચવેલા અન્ય સમયગાળાના દરમાં ઘટાડો કરીને કમિટીએ મંજૂરી આપી છે.

સ્ટેન્ડિંગ કમિટીના કમલેશ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં પાર્કિંગ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા અને પાર્કિંગના દરમાં એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી પાર્કિંગની લાયસન્સ ફી તથા દરના પુનઃનિર્ધારણ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જે અંતર્ગત ઓફસ્ટ્રીટ પાર્કિંગ, ઓનસ્ટ્રીટ પાર્કિંગ, અને વધુ ગીચતા ધરાવતા વિસ્તારોમાં પાર્કિંગના એક સમાન દર નક્કી કરવામાં આવેલા છે.

હાલમાં પાર્કિંગની નીતિ અંતર્ગત અલગ-અલગ દરની જોગવાઈ કરવામાં આવી અને પાર્કિંગના દરની ત્રણ વર્ષ બાદ પુનઃસમીક્ષા આવશે.

1થી 3 કલાક માટે 20ને બદલે 15 રૂપિયા
3થી 6 કલાક માટે 35ને બદલે 25 રૂપિયા
6થી 12 કલાક માટે 50ને બદલે 40 રૂપિયા
12થી 24 કલાક માટે 70ને બદલે 55 રૂપિયા

આવી જ રીતો ફોર વ્હીલર, મીડિયમ કોમર્શિયલ વ્હીલર અને હેવી કોમર્શિયલ વ્હીકલમાં ભાવ વધારો કરાયો છે. જ્યારે આ વખતે બે કેટેગરી વધારવામાં આવી છે. જેમાં 3 વ્હીલર અને લાઈટ કોમર્શિયલ વ્હીકલનો સમાવેશ પ્રથમ વખત કરાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...