Thursday, October 1, 2026

ઉસ્માનપુરામાં થયેલી લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો, એક લાખથી વધુનો મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વાડજ પોલીસ હદ વિસ્તારમાં ઉસ્માનપુરા નાબાર્ડ બેંક નજીક જાહેર રોડ પર થયેલી લૂંટનો ભેદ એલસીબી ઝોન-1 ટીમે ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. એલસીબી ઝોન-1 ટીમે આ ગંભીર ગુનાનો ભેદ માત્ર ગણતરીના કલાકોમાં જ સફળતાપૂર્વક ઉકેલી નાખી એક લાખથી વધુનો મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે.

રિપોર્ટ મુજબ, શહેરના વાડજ વિસ્તારમાં નાબાર્ડ બેંકની આસપાસ જાહેરમાં લૂંટની આ ઘટના બની હતી.ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.પોલીસ ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી.ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની માહિતીના આધારે પોલીસે ટૂંક સમયમાં જ ગુનેગારોનું સગડ મેળવીને તેમને દબોચી લીધા હતા. પોલીસની પૂછપરછ અને તપાસમાં આ લૂંટને અંજામ આપનાર બે શખ્સોના નામ સામે આવ્યા છે.

ઝડપાયેલા આરોપીઓમાં મોહમદઅરમાન શેખ અને સોહીલખાન પઠાણનો સમાવેશ થાય છે.આ બંને આરોપીઓ અમદાવાદના જ દાણીલીમડા વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.એલસીબીની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને તેમની પાસેથી લૂંટમાં ગયેલા મૂલ્યવાન મુદ્દામાલની પણ સઘન કબજા કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં લૂંટાયેલી વસ્તુઓ જેવી કે,76,200ની કિંમતની એક સોનાની વીંટી, રૂ.40,000ની કિંમતનું એપલ આઈપેડ તેમજ રૂ.10,000 રોકડા રકમ કબજે કરી છે. પોલીસે કુલ મળીને રૂ.1,26,200/-નો ચોરીનો મુદ્દામાલ સુરક્ષિત રીતે રિકવર કરી લીધો છે.

વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉસ્માનપુરા નાબાર્ડ બેંક નજીક જાહેરમાં બનેલી લૂંટની એક સનસનાટીભરી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...