Thursday, March 12, 2026

અમદાવાદમાં AMC દ્વારા જરુરિયાતમંદ લોકો માટે 10 હજાર ફ્લેટ બનાવવાનું આયોજન

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2027 પૂર્વે રાજય સરકાર નાગરિકોના ઘરના ઘરનું સપનું પૂર્ણ કરવા માટે પ્રયાસ શરુ કર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જરુરિયાતમંદ લોકો માટે 10 હજારથી વધુ ફ્લેટ બનાવવાનું આયોજન કર્યું છે. આ ફ્લેટ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બનાવવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આર્થિક રીતે નબળા વર્ગ(EWS)ના લોકો માટે પ્રતિ મકાન 7 લાખ, LIG (લો ઈન્કમ ગ્રુપ) પ્રકારના 2BHK મકાન રૂ. 28થી 30 લાખમાં મળશે. જ્યાં મોટા પ્રમાણમાં વિસ્તાર અને જર્જરીત મકાનો થઈ ગયા હોય ત્યાં રીડેવલપમેન્ટ કરવામાં આવશે એટલે કે નાગરિકોને નવા મકાનો બનાવીને રહેવા માટે આપવામાં આવશે જેમાં તેમને માત્ર મેન્ટેનન્સ ચાર્જ ચૂકવવાનો રહેશે.

અમદાવાદ મ્યુ કોર્પોરેશનની હાઉસિંગ કમિટીના ચેરમેને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરમાં લોકોને ઘરનું ઘર મળી રહે અને સસ્તા ભાવે લોકોને મકાન મળે તેના માટે અલગ અલગ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત આર્થિક રીતે નબળા લોકો, એલઆઈજી અને ઝૂંપડપટ્ટી તેમજ જૂના થઈ ગયેલા મકાનોને રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. જેની માટે 1406 કરોડ રૂપિયાના ખર્ચે 10,000થી વધારે આવાસ યોજનાના મકાનો બનાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી છે. આ માટે આગામી દિવસોમાં તબક્કાવાર ફોર્મ બહાર પાડવામાં આવશે. જેમાં કુલ 30 જેટલા સ્થળો ઉપર આ મકાનો બનાવવામાં આવનાર છે.

જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઈડબ્લ્યુએસના 2623 મકાનો, સ્લમ રીડેવલમેન્ટ હેઠળ 2497 મકાનો, એલઆઈજી હેઠળ 1233 મકાનો, તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3794 આવાસ બનાવવામાં આવશે. જયારે જુના સ્ટાફ ક્વાર્ટર્સ પૈકી મોટાભાગના સ્ટાફ ક્વાર્ટર્સ જર્જરિત બની ગયા છે. શહેરના જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, દૂધેશ્વર, ખોખરા, નરોડા, બાપુનગર, વગેરે વિસ્તારમાં આવેલા મકાનો જર્જરિત બની ગયા હોવાથી આ મકાનોને રીડેવલપ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...