અમદાવાદ : અમદાવાદના સોલા પોલીસે સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 17 બાંગ્લાદેશી મહિલાઓ વસવાટ કરતી ઝડપાઈ છે. આ મહિલાઓ 10 દિવસથી લઈને છેલ્લાં ચાર વર્ષથી સોલા વિસ્તારમાં રહેવા માટે આવી હતી. સોલા પોલીસ દ્વારા સોલા વિસ્તારમાંથી ગેરકાયદે વસવાટ કરતા કુલ 17 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરની સોલા પોલીસે ભાડાના મકાનોમાં રહેતાં 17 બાંગ્લાદેશી ઘૂસણખોરની ધરપકડ કરી છે. આ ઘુસણખોરોએ ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી ભારતમાં પ્રવેશ કર્યો હતો. પોલીસે ચોક્કસ બાતમીના આધારે તમામ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા હતા. જેમાંથી મોટાભાગે મહિલાનો સમાવેશ થાય છે. હાલ તો તમામને સરદારનગર જેએફસી સેન્ટરમાં મોકલવામાં આવશે. ઝડપાયેલા બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરાશે.
આ તમામ વિદેશી નાગરિકો કોઈપણ પ્રકારના કાયદેસર દસ્તાવેજો અથવા મંજૂરી વિના ભારતમાં ઘૂસી આવ્યા હતા. જેથી પોલીસે દેશની સુરક્ષા અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક વલણ અપનાવ્યું હતું. વધારે વિગતે વાત કરવામાં આવે તો, સોલા પોલીસે ભાડાના મકાનોમાં રહેતાં 17 બાંગ્લાદેશી ઘૂસણખોરની અટકાયત કરી છે. બાતમીના આધારે પોલીસ દ્વારા તમામ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માીહિતી પ્રમાણે આ 17 લોકોમાં મોટાભાગે મહિલાઓ છે.
સોલા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આ તમામ ધૂસણખોર બાંગ્લાદેશીઓ સાથે વિગતવાર પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછ કર્યાં બાદ તેમને સરદારનગર જેએફસી સેન્ટર ખાતે મોકલવામાં આવશે. આ કેન્દ્રમાં તેમની આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને તેમના મૂળ દેશમાં પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, ગેરકાયદેસર ઘૂસણખોરોને પકડી પાડવાની આ ઝુંબેશથી અન્ય ગેરકાયદેસર વસાહતીઓમાં ફફડાટ ફેલાયો છે.


