Saturday, April 25, 2026

અમદાવાદીઓ રોડ પર છત્રી લઈને સિમકાર્ડ વેચનારથી ચેતજો ! વિદેશમાં કમિશનથી સિમ સપ્લાય કરતાં એજન્ટો ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : સાઇબર ક્રાઇમ કરતી ગેંગને સીમકાર્ડ પૂરી પાડનાર રોડ પર બેસીને છત્રી લગાવી સીમકાર્ડ વેચનાર એજન્ટ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ સીમકાર્ડ લેવા અથવા તો સીમકાર્ડને લગતું કોઈ કામ માટે જ્યારે છત્રી વાળા એજન્ટ પાસે આવતા ત્યારે છત્રી વાળો એજન્ટ કોઈ બહાનું બતાવી નાગરિકોના આઈડી પ્રૂફ પર તેમની જાણ બહાર સીમકાર્ડ મેળવી લેતા હતા. જે બાદ કમિશન પર આ સીમકાર્ડ અલગ અલગ સાઇબર ક્રાઇમ કરતા સાયબર ગેંગને વેચતા હતાં.આ સિમકાર્ડનો ઉપયોગ ખાસ કરીને ‘ડિજિટલ એરેસ્ટ’ જેવા ગંભીર પ્રકારના સાયબર ફ્રોડ આચરતા દુબઈ અને કંબોડિયા સ્થિત કોલસેન્ટરો દ્વારા કરવામાં આવતો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચે એક ચોંકાવનારા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ નેટવર્ક ભારતીય નાગરિકોના આધારકાર્ડ અને ફિંગરપ્રિન્ટ જેવા સંવેદનશીલ દસ્તાવેજોનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે સિમકાર્ડ ઇશ્યુ કરતું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આ ગેંગ સામાન્ય ગ્રાહકોના વિશ્વાસનો ભંગ કરીને સમગ્ર કૌભાંડ આચરતી હતી. રોડ પર સિમકાર્ડ કઢાવવા કે ટ્રાન્સફર કરાવવા બેસતા ‘છત્રીવાળા’ એજન્ટો ગ્રાહકોને સર્વર ડાઉન થવાની ખોટી વાત કરીને તેમની પાસેથી ડૉક્યુમેન્ટ મેળવતા. ગ્રાહકની જાણ બહાર, તેમના ડૉક્યુમેન્ટ અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને નવું ગેરકાયદેસર સિમકાર્ડ ઇશ્યુ કરી દેવામાં આવતું હતું.

આ પ્રકારે ઇશ્યુ થયેલા સિમકાર્ડનો ઉપયોગ ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડમાં થયો હોવાની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાંચે આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસ તપાસમાં સિમકાર્ડ સપ્લાયનું એક કમિશન આધારિત સ્તરબદ્ધ નેટવર્ક સામે આવ્યું છે, જેનું એક ખાસ કમિશનનું માળખું હતું. જેમાં આરોપી એજન્ટ ગ્રાહકના નામે સિમકાર્ડ ઇશ્યુ કરીને રૂ. 400ના કમિશને આરોપી-2ને આપતો હતો. બીજો આરોપી તે સિમકાર્ડ્સને રૂ. 700ના કમિશને ત્રીજા આરોપીને આપતો હતો. અંતે, ત્રીજો આરોપી આ સિમકાર્ડ્સને રૂ. 1200થી રૂ. 1500ના કમિશને ભારત બહાર દુબઈ થઈને કંબોડિયા ખાતે મોકલી આપતો હતો, જ્યાં તેનો ઉપયોગ ભારતીયોને છેતરવા માટે થતો હતો.

સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમોએ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અમદાવાદ, રાધનપુર, પાટણ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસના અંતે ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી વિવિધ કંપનીઓના મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1,24,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ ઘટનાએ સિમકાર્ડ ઇશ્યુ કરનારા એજન્ટોની ગતિવિધિ અને ગ્રાહકોના દસ્તાવેજોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...