Friday, July 24, 2026

ગ્રાહકોના હિતમાં RERAનો નવો આદેશ, આજથી દરેક કન્સ્ટ્રશન સાઈટ પર બિલ્ડરોએ મૂકવું પડશે ‘ખાસ’ બોર્ડ

spot_img
Share

અમદાવાદ : બાંધકામ સાઈટને લગતી કોઈ પણ માહિતી મેળવવી હોય તો બિલ્ડર, તેની ઓફિસ કે પછી રેરાની સાઈટ પર જઈને ખાંખાખોળા કરવા પડે છે. પરંતું આજે 1 ડિસેમ્બરથી નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. બાંધકામ સાઈટને લગતી તમામ માહિતીનું બોર્ડ QR કોડ સ્કેન સાથે ફરજિયાતપણે સ્થળ પર લગાવવામાં આવશે. પ્રોજેક્ટના સ્થળે તમામ માહિતીના બોર્ડ, બેનર લગાવવા RERA એ હુકમ કર્યો છે. જો કોઈ બિલ્ડર કે ડેવલોપર આ નિયમનું પાલન નહીં કરે તો તેને દંડ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) ની વેબસાઈટ પરથી મકાન કે દુકાન સહિતની મિલકત ખરીદવા આવનાર નાગરિકોને પ્રોજેક્ટના બાંધકામની માહિતી મળી રહે તેના માટે હવે દરેક બાંધકામ સાઈટ પર ડેવલપર- બિલ્ડર દ્વારા પ્રોજેક્ટને લગતી તમામ માહિતીનું બેનર બોર્ડ QR કોડ સાથે લગાવવાનું રહેશે. બોર્ડ અથવા બેનરની લઘુત્તમ પહોળાઇ 1.20 મીટર તથા લઘુત્તમ ઉંચાઈ 2 મીટર રાખવાની રહેશે. પ્રોજેક્ટના મુખ્ય પ્રવેશ પાસે અથવા મુખ્ય રસ્તા ઉપરથી જોઇ શકાય તે રીતે, જમીનથી 1.50મીટર થી 2 મીટર ઊંચાઇએ મુકવાનું રહેશે.

વોટરપ્રૂફ મટીરીયલના રાખવાના રહેશે અને તેનું બેકગ્રાઉન્ડ સફેદ અથવા પીળા રંગનું રાખવાનું રહેશે.બેનરમાં દર્શાવેલી વિગતોના અક્ષરની લઘુત્તમ ઊંચાઈ 2.50 સે.મી. રાખવાની રહેશે અને અક્ષરના રંગ નમૂનામાં દર્શાવ્યા અનુસાર જ રાખવાના રહેશે. આ ઉપરાંત તમામ વિગતો મોબાઇલથી સ્કેન કરી શકાય તે માટે QR કોડ દર્શાવવો પડશે.

આ ઉપરાંત પ્રોજેક્ટના સ્થળે પ્રદર્શિત કરેલ બોર્ડ / બેનર/ હોર્ડીંગ / ડીજીટલ ડીસ્પ્લેનો ફોટોગ્રાફ, આ હુકમ પ્રસિદ્ધ થયા બાદ, ભરવાના થતાં તમામ ત્રિમાસિક પ્રગતિ અહેવાલમાં, અચૂક અપલોડ કરવાનો રહેશે. આ ફોટોગ્રાફ જિયો ટેગ વાળો ફોટો હોવો જરૂરી છે. આ હુકમનું પાલન કરવામાં નિષ્ફળ જનાર ડેવલપર કે બિલ્ડરને દંડ ફટકારવામાં આવશે.

અત્યાર સુધી એવું હતું કે, કોઈ પ્રોજેક્ટ, બાંધકામ સાઈટની માહિતી ગ્રાહકને જોઈતી હોય તો તેમને બિલ્ડરની ઓફિસનો સંપર્ક સાધવો પડતો હતો. અથવા તો પ્રોજેક્ટ સંબંધી માહિતી માટે RERAની વેબસાઈટ ફેંદવી પડી હતી. તેમ છતાં અનેક લોકોને પ્રોજેક્ટ અંગેની પૂરતી માહિતી મળી રહેતી નથી. આ કારણે નાગરિકો હેરાન થતા હોય છે. તેથી RERAએ નાગરિકાના હિતમાં નવો હુકમ બહાર પાડ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...