Monday, November 30, 2026

અમદાવાદમાં વધુ એક હાફ એન્કાઉન્ટર : રિવરફ્રન્ટ પાસે PSIની રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ; આરોપી પર પોલીસે કર્યું ફાયરિંગ!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં હાફ એન્કાઉન્ટરનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ડ્રગ કેસમાં ઝડપાયેલા આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી PSIની રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન PI એ.બી.ભટ્ટે આરોપીના પગમાં ફાયરિંગ કરતાં તેને ઈજા પહોંચી હતી. બનાવમાં એક પોલીસ કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા છે. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ફાયરિંગની ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.

રિપોર્ટ મુજબ, રિવરફ્રન્ટ આંબેડકર બ્રિજ નીચે આવેલ ધોબીઘાટ પાસે આરોપીએ અજીતસિંહના માથામાં પોતે પહેરેલી હાથકડીથી ઈજા કરી ડ્રાઇવર જયદીપસિંહ ઉપર હુમલો કરી સ્ટેરીંગ ફેરવી નાખી ગાડી ધોબીઘાટની દીવાલ સાથે અથડાવી હતી. બાદમાં સાથે રહેલા PSIની સર્વિસ રિવોલ્વર ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કરતા PI એ.બી.ભટ્ટે આરોપીના પગમાં ગોળી મારવાની ફરજ પડી હતી.ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગતા તેને ઈજા પહોંચી હતી. આરોપીને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ, આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ અજીતભાઈને ઈજા પહોંચી છે. તેમને માથાના ભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેમને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ક્રાઈમ બ્રાન્ચના DCP, JCP સહિતના અન્ય પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

આરોપી ફિરોજ ઉર્ફે ચોર હનીફભાઈ શેખ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 8 જેટલા ગુના તેમજ ATS સંબંધિત કાર્યવાહી થયેલી છે. કારંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015, 2016, 2017 અને 2018 માં આરોપી સામે મારમારી, લૂંટ, ધમકી, મિલકતને નુકસાન પહોંચાડવા અને હથિયારબંધી ભંગ સહિતના ચાર ગંભીર ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે.

આ ઉપરાંત, વર્ષ 2016માં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં તેમજ વર્ષ 2024માં શાહપુર પોલીસ સ્ટેશનમાં પણ આરોપી સામે મારામારી અને ધમકી આપવાના ગુના નોંધાયા છે. ફિરોજ શેખ નશાકારક પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર ગુના માટે વર્ષ 2019 અને 2024માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે NDPS એક્ટ હેઠળ બે ગુના નોંધાયેલા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...