Friday, April 24, 2026

અમદાવાદમાં શટલ ઓટોરિક્ષા પાસેથી મહિને 1000 લેખે 180 કરોડના હપ્તારાજનો કૉંગ્રેસનો આક્ષેપ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં દોડતી શટલ રિક્ષામાં સ્ટીકર લગાવી પોલીસ અને તેના વહીવટદારો હપ્તા લેતા હોવાનો કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. રિક્ષામાં દર મહિને અલગ-અલગ પ્રકારના સ્ટીકર લગાવી ગેરકાયદેસર હપ્તાની ઉઘરાણી કરતી હોવાનો કોંગ્રેસ દ્વારા વીડિયો જાહેર કરી દાવો કરવામાં આવ્યો છે. એક રીક્ષા દીઠ 1000 રૂપિયાની ઉઘરાણી કરી પોલીસ વિભાગ 180 કરોડથી વધુના ગેરકાયદેસર હપ્તા પેટે ઊઘરાણા કરીને ભ્રષ્ટાચાર કરે છે, જેની તપાસ કરવામાં આવે એવી ગૃહ મંત્રી પાસે માંગ કરી છે.

રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે તેમણે એક સ્ટિંગ ઑપરેશન કર્યું હતું અને જેના આધારે તેમણે આક્ષેપો કર્યા હતા કે રિક્ષાવાળાએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું હતું કે પોલીસ વહીવટદાર દ્વારા દર મહિને રીક્ષા નો રૂ. 1,000 નો લેવામાં આવે છે અને વાર્ષિક રૂ. 12,000 ગેરકાયદેસર રીતે ચૂકવવામાં આવે છે, કારણકે અમદાવાદની અંદર શટલ રીક્ષા ચલાવવાની પરમિશન નથી. અમદાવાદની અંદર કુલ ત્રણ લાખ રીક્ષાઓમાંથી દોઢ લાખ જેટલી રીક્ષા જો શટલ તરીકે ચાલે છે તે મુજબ માત્ર અમદાવાદમાં જ પોલીસ વહીવટદારના માધ્યમથી 180 કરોડ રૂપિયાથી વધારે હપ્તાની ઉઘરાણી થાય છે.

રાવલે જણાવ્યું હતું કે હપ્તો આપનાર રીક્ષામાં વિશિષ્ટ પ્રકારનું સ્ટીકર લગાવવામાં આવે છે, જે હપ્તો ભર્યાનું પ્રમાણ ગણાય છે અને એવી રીક્ષાઓને પોઈન્ટ પર રોકાતી નથી. દર મહિને સ્ટીકરની ડિઝાઇન બદલાય છે અને દિવાળી સમયે ખાસ દીવો સ્વરૂપનું સ્ટીકર લગાડવામાં આવે છે.

હેમાંગ રાવલે જણાવ્યું હતું કે જો માત્ર અમદાવાદના વ્યવહારનો અંદાજ 180 કરોડ રૂપિયા વાર્ષિક થાય છે તો સમગ્ર ગુજરાતમાં આ ભ્રષ્ટાચારી કૌભાંડ 1000 કરોડ રૂપિયા થી વધુનું હોવાને ઇનકાર કરી શકાય તેમ નથી. એ નિર્વિવાદ છે કે અમદાવાદના રીલીફ રોડ, રતનપોળ, ગાંધીરોડ, કાળુપુર, સ્ટેશન જેવી જગ્યાએ ટેક્સીઓ જવાની ના પાડે છે ત્યારે શેરીંગ રિક્ષા જ આમજનતા માટે પરિવહનનું સાધન છે.

રાવલે માગણી કરી હતી કે સ્ટીકર આધારિત હપ્તા ઉઘરાણીના મુદ્દે તાત્કાલિક અને ગંભીર તપાસ કરવામાં આવે. જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે અને ગરીબ રિક્ષાચાલકોને તેમના જીવન નિર્વાહ માટે શેરિંગ પેસેન્જર લઈને ચાલવાની કાયદેસર છૂટ આપવામાં આવે, તેવી માગણી તેમણે કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...