Friday, April 24, 2026

અમદાવાદના બિસ્માર માર્ગો મુદ્દે ભાજપના આ નેતાએ AMC અધિકારીઓને ખખડાવ્યા, જાણો શું કહ્યું ?

spot_img
Share

અમદાવાદ : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ 8 ડિસેમ્બરના રોજ તેમની વિધાનસભાના ઓઢવ અને ઇન્દ્રપુરી વિસ્તારમાં રૂ. 62 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ લોકાર્પણ પ્રસંગે AMC ના અધિકારીઓને ટકોર કરતા જણાવ્યું હતું કે, આખા અમદાવાદ શહેરમાં જ્યાં પણ નવા રોડ બનાવો ત્યાં પહેલાથી પ્લાનિંગ કરો. ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર અને ઈલેક્ટ્રીકની લાઈન નાખવાની હોય તો પહેલાથી જ એવું પ્લાનિંગ કરો કે 10 વર્ષ સુધી કોઈ એક નાનું ત્રિકમ પણ ન મારે અને સ્થાનિક કોર્પોરેટરો તેમજ નાગરિકોની પણ આ જવાબદારી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં તમામ મુખ્ય રોડ, સોસાયટીના 70:20:10 રોડ, આંતરિક રોડ અને વ્હાઈટ ટોપિંગ સહિતના તમામ રોડનું પહેલાથી જ પ્લાનિંગ કરવું જોઈએ. સ્થાનિક નાગરિકો, કોર્પોરેટરો અને અધિકારીઓની આ જવાબદારી છે. કોઈપણ રોડ બનાવો ત્યારે તેનું પહેલાથી જ પ્લાનિંગ કરી દો. રોડ બનાવતા પહેલાં ઈલેક્ટ્રીકનું કામ, ટેલીફોનનો વાયર નાખવાનું, ડ્રેનેજની સમસ્યા હોય કે સ્ટ્રોમ વોટરનું કામ હોય તમામ બાબતોની પહેલાથી ચકાસણી કરી લેવામાં આવે. ડ્રેનેજની લાઇન કેટલા સમય પહેલા નાખવામાં આવી સ્ટ્રોંગ વોટર લાઈન છે કે નહી અને તેનો ઢાળ છે કે નહીં વગેરે તપાસ કરી પછી રોડ બનાવો જોઈએ.

વધુમાં તેમણે અધિકારીઓને ટકોર કરી હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્યના મુખ્યપ્રધાન પૈસા આપે એટલે રોડ બનાવી નાખવાનો એવું ના હોય. સ્થાનિક નાગરિકો, કોર્પોરેટરો અને અધિકારીઓએ તેમાં તકેદારી રાખવાની હોય છે. રોડ બનાવતા પહેલા તેનો એક અથવા બે વર્ષનો સર્વે કરવામાં આવે જેમાં ડ્રેનેજ કેટલી વખત ઉભરાય છે. સ્ટ્રોમ વોટરની ક્યાં સમસ્યા છે. રોડ બનતા પહેલા પણ ટોરેન્ટ પાવરમાં જાણ કરો કે અહીંયા રોડ બનવાનો છે જો તમારે ખોદકામ કરવાનું હોય તો અત્યારે જ કરી દો. પાછળથી પછી તેઓને એનઓસી આપવામાં આવતી નથી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...