Thursday, March 5, 2026

અમદાવાદના આ વિસ્તારમાં પાર્કિંગ ગેરવહીવટ સામે AMCની કડક કાર્યવાહી, બેઝમેન્ટ પાર્કિંગ ખુલ્લું કરાવાયું.

spot_img
Share

અમદાવાદ : ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં નિકોલ–નરોડા રોડ પર સેલ્બી હોસ્પિટલ સામે આવેલ આર્શિવાદ એવેન્યુ કોમર્શિયલ તથા રહેણાંક કોમ્પલેક્ષમાં પાર્કિંગ વ્યવસ્થાને લઈને સર્જાયેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કુલ 19 કોમર્શિયલ દુકાનોના દુકાનદારો દ્વારા ગ્રાહકોના વાહનો રોડ પર પાર્ક કરાવવામાં આવતા હતા, જ્યારે બિલ્ડિંગમાં ઉપલબ્ધ બેઝમેન્ટ પાર્કિંગનો ઉપયોગ ન કરાવાતા નિકોલ–નરોડા રોડ પર સતત ટ્રાફિક અવરોધ સર્જાતો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ/નગર વિકાસ ખાતા દ્વારા તા. 29/12/2024ના રોજ શહેરના વિવિધ ઝોનમાં હાથ ધરાયેલી દબાણ હટાવવાની કામગીરી અંતર્ગત વિવિધ ઝોનનાં વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન 93 દબાણકારક લારીઓ/ઠેલાં હટાવવામાં આવ્યા, દૂર કરાયેલ શેડની સંખ્યા 22 હતી અને સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ ₹1,18,600નો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું ટેબલમાં સ્પષ્ટ રીતે નોંધાયું છે.

તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે બેઝમેન્ટ પાર્કિંગમાં જવાના રસ્તા પર ગેટ લગાવી લોક મારવામાં આવ્યો હતો. તેમજ તે જ પ્રવેશ માર્ગ પર લારીઓ અને ખાણી-પીણીના સ્ટોલ ઉભા રાખી દબાણ કરવામાં આવ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને AMCની એસ્ટેટ અને સંબંધિત ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને બેઝમેન્ટમાં જવાના રસ્તા પર મૂકાયેલી તમામ લારીઓ અને ખાણી-પીણીના સ્ટોલ હટાવવામાં આવ્યા હતા.

સાથે સાથે ગેટ પર મારેલ લોક તોડી બેઝમેન્ટ પાર્કિંગનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી તમામ દુકાનદારોને પોતાના વાહનો તેમજ ખરીદી માટે આવતા ગ્રાહકોના વાહનોને અનિવાર્ય રીતે બેઝમેન્ટ પાર્કિંગમાં જ પાર્ક કરાવવા અંગે નોટિસ આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરમાં જ્યાં પણ બેઝમેન્ટ પાર્કિંગ ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ ન કરીને રોડ પર ગેરકાયદે પાર્કિંગ કરાવવામાં આવશે અથવા દબાણ ઉભું કરવામાં આવશે, ત્યાં આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી જાહેર માર્ગો ખુલ્લા રહે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બની રહે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...