Friday, September 18, 2026

અમદાવાદમાં AMCની આ યોજના બની ખજાનો ! 1 લાખથી વધુ લોકોએ ભાગ લીધો ! કરોડોની આવક

spot_img
Share

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત કર વસુલાતને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકવામાં આવેલી વ્યાજ માફી યોજના 2025-26 હેઠળ વર્ષનાં પહેલા મહિના જાન્યુઆરી દરમિયાન જ નોંધપાત્ર સફળતા મળી છે. આ યોજના અંતર્ગત 1 જાન્યુઆરી 2026થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન શહેરના તમામ સાત ઝોનમાંથી અંદાજીત કુલ રૂ.128.05 કરોડની આવક નોંધાઈ છે. અમદાવાદ મનપાની વ્યાજ માફી યોજનાનો 1 લાખથી વધુ કરદાતાઓએ લાભ લીધો હતો. આ સમયગાળા દરમિયાન દૈનિક કર વસુલાત કરવામાં આવી હતી, જેમાં ઉત્તર પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનનું પ્રદર્શન સૌથી વધુ રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવેન્યૂ કમિટીનાં ચેરમેન અનિરૂદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ઝોન પ્રમાણે આ આવકનાં આંકડાઓ મુજબ, ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી રૂ. 28.38 કરોડની સર્વાધિક નેટ આવક નોંધાઈ છે. તેમજ પછી પશ્ચિમ ઝોનમાંથી રૂ.22.36 કરોડ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી રૂ. 17.77 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. મધ્ય ઝોનમાંથી રૂ.18.49 કરોડ, પૂર્વ ઝોનમાંથી રૂ.16.37 કરોડ, દક્ષિણ ઝોનમાંથી રૂ.13.47 કરોડ અને ઉત્તર ઝોનમાંથી રૂ.11.20 કરોડની નેટ આવક નોંધાઈ છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે કરદાતાઓ તરફથી આ યોજનાને અભૂતપૂર્વ અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

તેમજ ઇન્સેન્ટિવ રિબેટ યોજનાના કુલ આંકડાઓ મુજબ, આ સમયગાળા દરમિયાન શહેરમાં કુલ અંદાજીત 99,904 કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો છે. કુલ ગ્રોસ વસુલાત રૂ.143.19 કરોડ રહી છે, જેમાંથી રૂ.15.14 કરોડની વ્યાજ માફી આપવામાં આવી છે અને અંદાજીત નેટ આવક રૂ.128.05 કરોડની AMCને પ્રાપ્ત થઈ છે. આથી વ્યાજ માફી આપીને પણ કર વસુલાતમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સ્પષ્ટ થયું છે.

તેમણે વધુમાં ચેરમેનએ જણાવ્યું કે, AMC દ્વારા જાહેર કરાયેલી આ યોજના હેઠળ જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને બિનરહેણાંક (કોમર્શિયલ) બંને પ્રકારની મિલકતો માટે જાન્યુઆરી થી માર્ચ 2026 દરમિયાન 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો માટે જાન્યુઆરીમાં 85 ટકા હતું. હવે ફેબ્રુઆરીમાં 80 ટકા અને માર્ચમાં 75 ટકા વ્યાજ માફી મળશે.

દર મહિને વ્યાજ માફીમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી વહેલી ચૂકવણી કરનારને વધુ લાભ મળે. તે જ રીતે, નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ બિનરહેણાંક મિલકતો માટે જાન્યુઆરીમાં 65 ટકા હતું, હવે ફેબ્રુઆરીમાં 60 ટકા અને માર્ચમાં 50 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. આ ઉપરાંત, શહેરની તમામ ચાલી તથા ઝૂંપડાવાળી રહેણાંક મિલકતોને પણ 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 દરમિયાન મિલકત વેરાના વ્યાજમાં 100 ટકા માફી આપવામાં આવશે.

જો કે, વર્ષ 2025–26ના ચાલુ વર્ષના મિલકત વેરા માટે આ ઈન્સેન્ટિવ રીબેટ યોજના લાગુ નહીં પડે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ વ્યાજ માફી યોજનાથી એક તરફ બાકી મિલકત વેરાની વસૂલાતમાં નોંધપાત્ર વધારો થવાની સાથે બીજી તરફ શહેરના કરદાતાઓને વ્યાજમાં મોટી આર્થિક રાહત મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...