Friday, September 18, 2026

અમદાવાદમાં ‘એક દીવો આશીર્વાદનો’થી દીવાળી જેવો માહોલ, 1.25 લાખ દીવડાથી ઝળહળ્યું કાંકરિયા તળાવ

spot_img
Share

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે અમદાવાદના કાંકરિયા ખાતે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1.25 લાખ દીવાઓ પ્રગટાવીને અનોખી ઉજવણી કરાઈ હતી. આ વિશેષ પ્રસંગે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ દિવ્ય નજારાના સાક્ષી બન્યા હતા.

રિપોર્ટ મુજબ, સૌથી પહેલા સાંજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રીએ પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પહોંચીને ભગવાનની આરતી કરી હતી અને વડાપ્રધાનના દીર્ઘાયુ તથા ઉત્તરોત્તર પ્રગતિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક અનુષ્ઠાન બાદ મહાનુભાવો સીધા કાંકરિયા તળાવ ખાતે પહોંચ્યા હતા, જ્યાં કાંકરિયા પરિસરમાં અદભુત રોશની સાથે ભવ્ય દીપોત્સવ યોજવામાં આવ્યો હતો. અહીં 1.25 લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ દિવ્ય અને પ્રકાશમય બની ગયું હતું.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાવાઘેલા, શહેરના મેયર હિતેશ બારોટ, સ્થાનિક ધારાસભ્યઓ, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ, પૂર્વ સાંસદ સર્વે હરિન પાઠક, ડૉ. કિરીટ સોલંકી, ડેપ્યૂટી મેયર અંજુ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્મા તથા કોર્પોરેટઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અટલબ્રિજ ખાતે યોજાયેલા ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમમાં 76 હજાર દીવડાં પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. દીવડાંની રોશનીથી અટલબ્રિજ અને આસપાસનો રિવરફ્રન્ટ વિસ્તાર દીપમાળાથી ઝળહળી ઉઠ્યો હતો. ‘આશીર્વાદનો દીવડો’ અભિયાન હેઠળ અમદાવાદ શહેરના 48 વોર્ડમાં પણ કુલ 4 લાખ 80 હજાર દીવડાં પ્રજ્વલિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં દીપ પ્રજ્વલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...