Thursday, September 17, 2026

અમદાવાદ શહેરમાં મેઘરાજાની ફરી એન્ટ્રી, પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ મહેરબાન થવાનું શરૂ કર્યું છે. બફારા અને અસહ્ય ઉકળાટથી ત્રાસી ગયેલા શહેરીજનો માટે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદ શહેરના અનેક મહત્વપૂર્ણ વિસ્તારોમાં અચાનક આકાશ ઘેરાયા બાદ વરસાદી ઝાપટાં અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો.

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. વસ્ત્રાપુર, સેટેલાઈટ અને શ્યામલ જેવા વ્યસ્ત વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ પર ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત વેજલપુર અને પાલડી વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે, જેના કારણે ઓફિસેથી ઘરે પરત ફરતા નોકરિયાતો અને વાહનચાલકોને થોડી રાહતની સાથે મનમોહક વાતાવરણ જોવા મળ્યું હતું.

માત્ર પશ્ચિમ વિસ્તાર જ નહીં, પરંતુ પૂર્વ અને મધ્ય અમદાવાદના વિસ્તારોમાં પણ મેઘરાજાએ પોતાની હાજરી નોંધાવી છે. મણિનગર, સીટીએમ અને ખોખરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી વરસાદ ખેંચાવાના કારણે શહેરમાં જે પ્રકારનો ઉકળાટ અને ગરમી અનુભવાતી હતી, તેનાથી નાગરિકોને મોટી રાહત અનુભવાઈ છે.

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં અચાનક શરૂ થયેલા આ વરસાદને કારણે નોકરીથી ઘરે પરત ફરતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થતી હોય તેમ શહેરના અનેક ભાગોમાં પાણી ભરાયા છે અને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે.

અચાનક આવેલા આ વરસાદના કારણે અમદાવાદ શહેરના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ આહલાદક બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં પણ શહેરમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...