Friday, September 18, 2026

શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને નળીમાં બ્લોકેજ હોવાથી એન્જિઓપ્લાસ્ટી થઈ, હાલ તબિયત સ્થિર

spot_img
Share

અમદાવાદ : રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હ્રદયમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ તાત્કાલિક અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા તેમની સફળતાપૂર્વક સર્જરી કરીને હ્રદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યું છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તકેદારીના ભાગરૂપે ડોક્ટરોએ તેમને આગામી પાંચ દિવસ સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે.

શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા પોતે એક ડોક્ટર હોવાથી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોવાથી તેઓના સમયપત્રક મુજબ રૂટિન ચેકઅપ માટે ડોક્ટરની પૂર્વ એપોઇન્ટમેન્ટ લઈને જ હોસ્પિટલમાં ગયેલા હતા. આ દરમિયાન હદયમાં ડૉક્ટરને માઇનોર બ્લોકેજ જણાઈ આવ્યું હતું. આ પ્રકારના કિસ્સાઓમાં સામાન્ય રીતે ડોક્ટર એન્જીઓગ્રાફી દરમિયાન જ સ્ટેન્ટ નખાવા માટેની સલાહ આપતા હોય છે. આ સલાહ મુજબ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને યોગ્ય લાગતા તુરંત નિર્ણય લઈને ડોક્ટરે એક નાનકડું સ્ટેન્ટ પ્રદ્યુમન વાજાને નખાવ્યું હતું.

હાલમાં, યુ.એન. મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશી અને તેમની ટીમ પ્રદ્યુમન વાજાની તબીયત પર સતત નજર રાખી રહી છે. હોસ્પિટલના ડોક્ટરો અનુસાર, તેમની હાલની તબિયત સ્થિર છે અને તેઓ આરામ લઇ રહ્યા છે. આવનારા સમયમાં તેમની તબિયત પર નજર રાખવામાં આવશે અને જરૂરી તપાસ અથવા સારવાર કરવામાં આવશે.

પ્રદ્યુમન વાજા 13 ફેબ્રુઆરીના રોજ સાંજે 5.30 વાગ્યા સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજર હતા. આ કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના ભવન અને સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણ તથા શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ વિતરણ માટે યોજાયો હતો. તેઓ મુખ્યમંત્રીની સાથે મંચ પર હાજર રહ્યા હતા અને સંપૂર્ણ કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...