Wednesday, July 22, 2026

અમદાવાદના પશ્ચિમના આ વિસ્તારોમાં સૂકો-ભીનો કચરો અલગ આપવાનો રહેશે, જાણો કયા વિસ્તારોમાં લાગુ થશે નિયમ?

spot_img
Share

અમદાવાદ : સ્માર્ટ સિટી અમદાવાદને વધુ સ્વચ્છ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન હવે એક્શન મોડમાં આવ્યું છે. ખાસ કરીને શહેરના પોશ ગણાતા પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના રહીશો માટે AMC એ અલ્ટીમેટમ આપ્યું છે. હવેથી સૂકો અને ભીનો કચરો અલગ આપવો ફરજિયાત છે, જો 10 દિવસમાં આ નિયમનું પાલન નહીં થાય તો તમારા ઘરેથી કચરો ઉપાડવાનું બંધ કરી દેવામાં આવશે.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ AMC ના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવતા સેટેલાઈટ, જોધપુર, શ્યામલ, વેજલપુર, સરખેજ, જુહાપુરા, બોપલ, એસજી હાઇવે, પ્રહલાદનગર, આનંદનગર વિસ્તારોમાં રહેતા નાગરિકોએ સુકો અને ભીનો કચરો અલગ રાખવાનો રહેશે. ડોર ટુ ડોરની ગાડી કચરો લેવા આવે ત્યારે શહેરજનોએ ફરજિયાત રીતે સુકો અને ભીનો કચરો અલગ આપવાનો રહેશે.

જો કોઈ નાગરિકો આ નિયમોનું પાલન નહીં કરે તો આજથી 10 દિવસ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરો ઉપાડવામાં આવશે નહીં. મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં સુકો અને ભીનો કચરો અલગ આપે તેના માટે આ કડક નિયમ લાગુ કરવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારના નાગરિકો અને વેપારીઓ તમામ લોકોએ આ નિયમનું પાલન કરવું ફરજિયાત છે.

ભારત સરકારના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અને 2026 મુજબ, દરેક નાગરિક અને સંસ્થાએ પોતાના કચરાનું વિભાજન કરવું ફરજિયાત છે. આ નિયમ હેઠળ ભીનો કચરો લીલા રંગના ડસ્ટબિનમાં અને સૂકો કચરો વાદળી રંગના ડસ્ટબિનમાં આપવાનો રહેશે. ડોર-ટુ-ડોર કચરો લેવા આવતી ગાડીમાં પણ આ બંને પ્રકારનો કચરો અલગ-અલગ સ્થિતિમાં જ આપવાનો રહેશે.

AMC ના દક્ષિણ પશ્ચિમ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે જો કોઈ સોસાયટી કે વેપારી એકમ આ નિયમ તોડશે, તો 10 દિવસ બાદ તેમના ત્યાં કચરો ઉપાડવાની સેવા બંધ કરી દેવામાં આવશે અને જરૂર જણાયે દંડ પણ ફટકારાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...