Thursday, September 17, 2026

“તમારાથી અકસ્માત થયો છે” કહી સિનિયર સિટીઝનને ધમકાવી લૂંટ ચલાવનાર ટોળકીને ઝડપી પાડતી વાડજ પોલીસ

spot_img
Share

અમદાવાદ: શહેરમાં સિનિયર સિટીઝનોને નિશાન બનાવી ડરાવી-ધમકાવી પૈસા પડાવતી ટોળકીનો વાડજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડ ટીમે પર્દાફાશ કર્યો છે અને ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસ કમિશનરના આદેશ અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં રહેલી ટીમે બાતમીના આધારે આ સફળ કામગીરી કરી છે. સમગ્ર મામલે વાડજ પોલીસે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

ઘટનાની વિગતે જાણીએ તો, આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી હતી. તેઓ રસ્તામાં સિનિયર સિટીઝનની કાર ઉભી રખાવી, “તમારાથી અકસ્માત થયો છે” તેમ કહી ખોટું કાવતરું રચતા હતા. ભોગ બનનાર વૃદ્ધને પોલીસ કેસની ધમકી આપી ડરાવીને તેઓ તેમને બેંક સુધી લઈ જતા અને બળજબરીથી નાણાં કઢાવતા હતા. આ કેસમાં ફરિયાદી પાસેથી આરોપીઓએ રોકડા રૂ. 1,00,000/- અને રૂ. 70,000/- નો ચેક લખાવી લીધો હતો.

વાડજ પોલીસે બાતમીના આધારે મુખ્ય આરોપી એવા જય જસવંતભાઈ રાવળ (25 વર્ષ) (ગોમતીપુર), સહઆરોપી તરીકે મહેશ ઉર્ફે હનુમાન નાનજી ઠાકોર (સારંગપુર) અને આકાશ નાનજીભાઈ ઠાકોર (સારંગપુર) ધરપકડ કરી છે.પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં મેળવેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે જેમાં રોકડા રૂ. 1,00,000/- રૂ. 70,000/- નો બેંક ઓફ ઇન્ડિયાનો ચેકનો સમાવેશ થાય છે.

વાડજ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.આર. ડાંગરની સૂચના મુજબ, પી.એસ.આઈ. ડી.જે. દેસાઈ અને તેમની ટીમ જેમાં વિપુલકુમાર બળદેવભાઈ, બળવંતભાઈ રમેશભાઈ અને કેતનભાઈ હરેશભાઈનો સમાવેશ થાય છે, તેઓએ આ ગુનો ડિટેક્ટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હાલ આ મામલે વાડજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...