Sunday, April 5, 2026

અમદાવાદમાં AMCનો કડક આદેશ, હોટલ-રેસ્ટોરન્ટમાં ‘પનીર’ અસલી છે કે નકલી? હવે બહાર જ લગાવવા પડશે પોસ્ટર!

spot_img
Share

અમદાવાદ : જો તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં પનીરનું શાક ખાવાના શોખીન છો, તો તમારા માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં પીરસાતી પનીરની વાનગીઓમાં અસલી દૂધનું પનીર વપરાય છે કે વનસ્પતિ તેલમાંથી બનેલું ‘એનાલોગ પનીર’, તે અંગે હવે ગ્રાહકોને અંધારામાં રાખી શકાશે નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ વિભાગે શહેરના ૧૫,૦૦૦ થી વધુ ફૂડ એકમોને ઈ-મેલ દ્વારા કડક સૂચના આપીને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.

હવેથી દરેક ફૂડ એકમે એ સ્પષ્ટ કરવું પડશે કે તેઓ જે પનીર વાપરી રહ્યા છે તે શુદ્ધ ‘મિલ્ક પનીર’ છે કે પછી વનસ્પતિ તેલમાંથી બનેલું ‘એનાલોગ પનીર’ તેમજ મેનૂ કાર્ડમાં અથવા ડિસ્પ્લે બોર્ડ પર ગ્રાહકોને દેખાય તે રીતે આ માહિતી ફરજિયાત દર્શાવવી પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એએમસીમાં રજીસ્ટર 15000 કરતાં વધુ હોટલ સંચાલકો, રેસ્ટોરન્ટ માલિકો અને ફૂડ સર્વિસ પ્રોવાઈડરોને ઈ-મેલ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. હવેથી દરેક ફૂડ એકમેએ સ્પષ્ટ કરવું પડશે કે તેઓ જે પનીર વાપરી રહ્યા છે તે શુદ્ધ ‘મિલ્ક પનીર’ છે કે પછી વનસ્પતિ તેલમાંથી બનેલું ‘એનાલોગ પનીર’.નિયમ મુજબ, હવે દરેક ખાદ્ય એકમોએ પોતાના મેનૂ કાર્ડમાં અથવા ડિસ્પ્લે બોર્ડ પર ગ્રાહકોને દેખાય તે રીતે આ માહિતી ફરજિયાત દર્શાવવી પડશે.

આરોગ્ય વિભાગે મેનૂ કાર્ડમાં પણ આ માહિતી ફરજિયાત દર્શાવવા આદેશ કર્યો છે. જો કોઈ પણ ફૂડ એકમ આ સૂચનાનું પાલન કરવામાં નિષ્ફળ જશે અથવા ગ્રાહકોને ખોટી માહિતી આપતા ઝડપાશે, તો આગામી દિવસોમાં AMC દ્વારા દંડ અને સીલિંગ સહિતની કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોના હિતમાં લેવાયેલો આ નિર્ણય શહેરની ફૂડ સેફ્ટીમાં મોટો બદલાવ લાવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...