Thursday, September 17, 2026

નવા વાડજમાં પરિણીતાનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત, પતિના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતી યુવતીએ પતિના ત્રાસથી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. યુવતીના લગ્નના 15 વર્ષ થયા છતાં પતિ અવારનવાર હેરાન કરી ત્રાસ આપતી હતો. યુવતીનો પતિ યુવતીને ડિવોર્સ આપવાની ધમકી આપતો હતો જેથી યુવતીએ માનસિક રીતે કંટાળીને પિયરમાં આવી છઠ્ઠા માળેથી કુદીને આપઘાત કર્યો છે. આ અંગે વાડજ પોલીસે યુવતીના પતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવા વાડજમાં રહેતા દિપક શર્માએ ફરિયાદ નોંધાવી છે કે તેની બહેન આશાના 15 વર્ષ અગાઉ વિપુલ શર્મા નામના ચિતોડગઢના યુવક સાથે લગ્ન થયા હતા.બંનેને એક બાળક પણ છે. જોકે, લગ્નના થોડા સમય બાદથી જ પતિ વિપુલ શર્મા દ્વારા રીનાબેનને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દેવાયું હતું. સામાજિક મર્યાદા અને બદનામીના ડરે રીનાબેન વર્ષો સુધી આ બધું જ સહન કરતા રહ્યા હતા.

સતત મળતા ત્રાસને કારણે નવેમ્બર-2025માં રીનાબેનની માનસિક સ્થિતિ કથળી હતી, જેથી તેમને અમદાવાદ સ્થિત પિયરમાં લાવવામાં આવ્યા હતા. અહીં સાયકોલોજિસ્ટ પાસે તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન પણ 13મી ફેબ્રુઆરીએ પતિ વિપુલ શર્માએ અમદાવાદ આવીને પત્નીને સાથે રાખવાની ના પાડી ડિવોર્સની ધમકી આપી હતી.

આપઘાતના એક દિવસ પહેલા, એટલે કે 19મી માર્ચના રોજ ફરીથી પતિએ ફોન પર ડિવોર્સ લેવાની જીદ કરી માનસિક ત્રાસ આપ્યો હતો. આ સતત ટોર્ચરથી હતાશ થઈને રીનાબેને બીજે દિવસે (20મી માર્ચ) સવારે છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી હતી. હોસ્પિટલમાં બે-ત્રણ કલાકની ટૂંકી સારવાર બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

બહેનની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ આઘાતમાંથી બહાર આવેલા ભાઈએ હવે ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે આરોપી પતિ વિપુલ શર્મા વિરુદ્ધ આપગાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...