અમદાવાદ : 13 સપ્ટેમ્બર 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ સમયગાળા દરમિયાન તેમણે સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણ જેવા ચાર પાયાઓ પર ગુજરાતને આગળ ધપાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને દેશનું “ગ્રોથ એન્જિન” બનાવ્યું, તેને આગળ વધારવામાં ભૂપેન્દ્ર પટેલે સતત અથાગ પ્રયાસો કર્યા છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં ઝડપી ગતિએ અગ્રેસર થઈ રહ્યું છે.
15 જુલાઈ 1962ના રોજ અમદાવાદમાં જન્મેલા ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 1987માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યારથી તેમની રાજકીય સફર શરૂ થઈ. 1995-96માં તેઓ મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા. 1999-2000 દરમિયાન પહેલી ટર્મ અને 2004-2006 દરમિયાન બીજી ટર્મમાં મેમનગર પાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવી.
બાદમાં AMC સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન, થલતેજ કાઉન્સિલર અને 2015-2017 દરમિયાન અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના ચેરમેન તરીકે સેવાઓ આપી. 2017માં તેઓ ઘાટલોડિયા વિધાનસભાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 13 સપ્ટેમ્બર 2021ના રોજ તેઓ ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભારે મતોથી જીત્યા અને 12 ડિસેમ્બર 2022ના રોજ સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા.
આ પાંચ વર્ષ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે મક્કમ અને નિર્ણાયક નેતૃત્વ આપ્યું છે. તેમના નેતૃત્વ હેઠળ અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે દબાણો દૂર કરીને 4 લાખ ચોરસ મીટર જેટલો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો. દ્વારકા અને સોમનાથ ખાતે પણ દબાણો દૂર થયા અને હજારો ચોરસ મીટર જમીન જનહિત માટે મુક્ત થઈ. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને 50 જેટલા સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી.
આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ પ્રાપ્ત કરીને નાગરિકોની સુખાકારીમાં વધારો કર્યો છે. રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું 4.08 લાખ કરોડનું બજેટ, સેમિકન્ડક્ટર અને રિન્યુએબલ એનર્જી જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં સક્રિય ભાગીદારી, આધુનિક શહેરી અને ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ વર્તમાન સમયની જરૂરિયાત પ્રમાણે વહીવટી સુધારાઓએ ગુજરાતની વિકાસયાત્રાને નવી દિશા આપી છે. આ પાંચ વર્ષની સફર માત્ર આંકડાકીય સિદ્ધિઓ પૂરતી સીમિત નથી, પરંતુ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણ માટેનો રોડમેપ બની છે.
ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં છેવાડાના માનવી સુધી વણથંભ્યો વિકાસ પહોંચ્યો છે. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું ₹4.08 લાખ કરોડનું બજેટ રજૂ કરીને વિકાસના પાંચ સ્તંભોને મજબૂત આધાર આપવામાં આવ્યો છે. ‘પ્રાદેશિક આકાંક્ષાઓ અને વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ’ની થીમ હેઠળ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું, જ્યારે રાજ્યમાં “સમાનતા, ન્યાય અને એકતા”ના સંકલ્પને સાકાર કરતું સમાન નાગરિક સંહિતા (UCC) બિલ પસાર કરીને એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે.
કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલે ચાર વર્ષમાં ગુજરાતને સર્વાંગી વિકાસની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું છે. તેમનું પારદર્શક વહીવટ, જનહિતના નિર્ણયો અને મક્કમ નેતૃત્વ ગુજરાતને વિકસિત રાજ્યમાંથી વિકસિત ભારતના સપના તરફ લઈ જઈ રહ્યું છે.


