Friday, October 30, 2026

અમદાવાદના મુસાફરો માટે ખુશખબર, ઈસ્કોન, CTM અને અડાલજથી ઉપડશે દિવાળી સ્પેશિયલ 1,150 વધારાની બસ ટ્રીપો

spot_img
Share

અમદાવાદ : દિવાળીના તહેવારોમાં વતન જવા માગતા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ ST વિભાગ દ્વારા દિવાળી સ્પેશિયલ એકસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોના વધતા ઘસારાને ધ્યાનમાં રાખીને 2 થી 8 નવેમ્બર દરમિયાન કુલ 1,150 વધારાની બસ ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. ખાસ કરીને અમદાવાદથી રાજ્યના ચારેય ઝોન તરફ વધારાની બસો દોડાવવાનો પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે.

ST વિભાગના જણાવ્યા અનુસાર, નિગમ દ્વારા આ વર્ષે તહેવારોના દિવસોમાં 300 થી 350 જેટલી વધારાની બસો મારફતે 1,150 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. આ ખાસ ઓપરેશન તારીખ 2 થી 8 સુધી કાર્યરત રહેશે. વિશેષ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ જેવા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાત અને પંચમહાલ-દાહોદ તરફ જતા મુસાફરો માટે વધારાના રૂટ શરૂ કરાયા છે. આ ઉપરાંત, રાજસ્થાન તરફ રહેતા અને તહેવાર મનાવવા જતા લોકો માટે પણ એકસ્ટ્રા બસનું આયોજન કરાયું છે.

મુસાફરોની ભીડને સુવ્યવસ્થિત રીતે નિયંત્રિત કરવા માટે આ વર્ષે ગીતામંદિર અને કૃષ્ણનગર ઉપરાંત ઈસ્કોન, CTM અને અડાલજ જેવા 3 નવા બસ સ્ટોપેજ પરથી પણ એકસ્ટ્રા બસોનું સંચાલન થશે. આ નવા સ્થળો પર મુસાફરોની સહાયતા માટે વિશેષ સુપરવાઈઝર પણ મૂકવામાં આવશે. હાલમાં જ સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં 50 ટકા જેટલું એડવાન્સ અને ગૃપ બુકિંગ થઈ ચૂક્યું છે, જે દર્શાવે છે કે આ આયોજનથી લોકોને મોટો રાહત મળશે.

ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા અને મુસાફરી વધુ સરળ બનાવવા માટે બસમાં કેશલેસ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. બસમાં કંડક્ટરને QR સ્કેનર મશીન આપવામાં આવશે, જેથી પેસેન્જર અને કંડક્ટર વચ્ચે છૂટા પૈસાને લઈને કોઈ રકઝક કે વિવાદ ન થાય. મુસાફરો ઓનલાઈન રિઝર્વેશન, મોબાઈલ એપ તેમજ બસમાં જઈને પણ ડિજિટલ પેમેન્ટથી ટિકિટ મેળવી શકશે.

તદુપરાંત, ભાઈબીજથી લઈને દિવાળી વેકેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી દર્શનાર્થીઓ માટે વિવિધ ધાર્મિક સ્થળો પર પણ વિશેષ બસોનું સંચાલન ચાલુ રાખવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓ સુગમતાથી દર્શન કરી શકે.

તહેવારો દરમિયાન મુસાફરોને પરિવહનની મુશ્કેલી ન પડે તે માટે ST વિભાગે વધારાની બસ ટ્રીપોનું આયોજન કર્યું છે. મુસાફરોને મુસાફરી પહેલાં ટિકિટનું એડવાન્સ બુકિંગ કરાવી લેવા અને બસના સમય તથા પ્રસ્થાન સ્થળની વિગતો તપાસી લેવા સલાહ આપવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...