Thursday, October 29, 2026

દિવાળી પૂર્વે અમદાવાદમાં લુટારૂ ગેંગ સક્રિય થવાની દહેશત વચ્ચે પોલીસનું સેફ્ટી એલર્ટ, કુરિયર-જ્વેલર્સે શું સાવધાની રાખવી?

spot_img
Share

અમદાવાદ : દિવાળીના તહેવારો દરમિયાન કરોડો રૂપિયાની રોકડ અને કિંમતી સોના-ચાંદીના દાગીનાની મોટાપાયે હેરાફેરી થતી હોય છે.આ તહેવારોના માહોલમાં પરપ્રાંતીય ચીટર અને લૂંટારુ ગેંગ સક્રિય થઈને વેપારીઓને નિશાન ન બનાવે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આંગડિયા પેઢીઓ,કુરિયર સર્વિસ અને જ્વેલર્સ માટે અત્યંત મહત્વપૂર્ણ સુરક્ષા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, દિવાળીના તહેવારોમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ મોટી રોકડ રકમ લઈને અવરજવર કરતા હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા અમદાવાદ શહેર પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. જેના અંતર્ગત શહેર પોલીસે આંગડિયા બજારો અને સંવેદનશીલ વેપારી વિસ્તારોમાં ખાસ તકેદારી દર્શાવતા પોસ્ટર્સ લગાવીને કડક સુરક્ષા પગલાં તરફી અમલમાં મુકવા નિર્દેશ આપ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, તહેવારોમાં લૂંટ ચલાવતા ઇસમો મોટાભાગે બહારના રાજ્યના હોય છે અને તેઓ મહિલા સાગરીતની મદદથી દુકાનો આગળ રેકી પણ કરાવતા હોય છે. આથી વેપારીઓ અને કર્મચારીઓએ સતર્કતા રાખવી અનિવાર્ય છે.

કિંમતી સામાનવાળી બેગ તેમજ વાહનોમાં જીપીએસ ડીવાઇસ સંપૂર્ણ ચાલુ રાખવાં. દુકાનની અંદર તેમજ બહાર માર્ગ સ્પષ્ટ દેખાય તે રીતે સીસીટીવી કેમેરા લગાવવા અને સ્ટોરેજ-એલાર્મ નિયમિત ચેક કરવાં. કર્મચારીઓએ બોડીવોર્ન અથવા બટન કેમેરાનો ઉપયોગ કરવો.

કટોકટીના સમયે તુરંત ઉપયોગ કરી શકાય તે માટે કર્મચારીઓના મોબાઇલમાં પેનિક બટન હોવું જોઈએ. કોઈ વ્યક્તિ પીછો કરતી જણાય તો તુરંત જ 112 નંબર પર જાણ કરવી.

કર્મચારીઓએ રોકડ કે કિંમતી માલની હેરફેર વખતે એક જ રૂટ પર વારંવાર ન ફરવું અને શક્ય હોય ત્યાં સુધી મુખ્ય માર્ગોનો જ ઉપયોગ કરવો. કર્મચારીઓએ એકલદોકલ જવાનું ટાળવું તેમજ ગ્રુપમાં જ નીકળવું.

તમામ સ્ટાફ અને ઘરઘાટીનું ટેનન્ટ/લેબર વેરિફિકેશન કરાવવું. કર્મચારી રજા પર જાય ત્યારે પણ તેના પર નજર રાખવી. કોઈ કર્મચારી સોનું કે રોકડ લઈને ભાગવાનો પ્રયાસ કરે તો તુરંત પ્રતિકાર કરવો.

સોનું લઈ જતી વખતે સલામત ટૂ-વ્હીલર અથવા ફોર-વ્હીલર મોકલવું તથા માલ લઈ જનાર કર્મચારીની સંપૂર્ણ વિગત નોંધવી. કિંમતી માલ અને કર્મચારીઓનો પૂરતો ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે.

બજાર અને પેઢીના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર સશસ્ત્ર સિક્યુરિટી ગાર્ડ એલર્ટ રાખવા અને રાત્રે એજન્સીના માલિકે આ જગ્યાનું સરપ્રાઇઝ ચેકિંગ કરવું. સમગ્ર તહેવારો દરમિયાન આંગડિયા પેઢીઓએ સ્થાનિક પોલીસ સાથે સતત સંકલન જાળવવું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...