Wednesday, October 28, 2026

અમદાવાદ બુક ફેસ્ટિવલમાં આકર્ષણનું કેન્દ્ર : 400 પાનાની વિશ્વની સૌથી નાની ભગવદ્ ગીતા અને ખાદીના કાગળ પર હનુમાન ચાલીસા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026માં વિવિધ વિષયોની પુસ્તકોની સાથે અનોખી પુસ્તકકૃતિઓ પણ મુલાકાતીઓનું ધ્યાન ખેંચી રહી છે. ફેસ્ટિવલમાં બુક સ્ટોલ પર પ્રદર્શિત કરવામાં આવેલી વિશ્વની સૌથી નાની શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ખાદીના કાગળ પર હનુમાન ચાલીસા બુક ફેસ્ટિવલમાં પુસ્તક પ્રેમીઓ માટે અનોખાં આકર્ષણનું કેન્દ્રબિંદુ બની છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026માં અંદાજે 2 બાય 1.5 ઈંચની, 400 પાનાની શ્રીમદ્ ભગવદ્ ગીતા મુલાકાતીઓનું ખાસ ધ્યાન દોરે છે. આયોજક દ્વારા તેને ભારતની સૌથી નાની શ્રીમદ્ ભગવદ્ ગીતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અત્યંત નાના કદમાં તૈયાર કરવામાં આવેલી આ ભગવદ્ ગીતામાં તમામ શ્લોકોને સુંદર રીતે સમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સામાન્ય પુસ્તક કરતા અનેકગણું નાનું કદ હોવા છતાં તેમાં 400 પાનાનું સંકલન કરવામાં આવ્યું છે, જે તેની વિશેષતા છે. બુક ફેસ્ટિવલની મુલાકાતે આવતા પુસ્તકપ્રેમીઓ અને અન્ય મુલાકાતીઓ આ અનોખી કૃતિને જોવા માટે સ્ટોલ પર અટકી રહ્યા છે. તેનું નાનકડું કદ અને તેમાં સમાવાયેલું વિશાળ ધાર્મિક-આધ્યાત્મિક સાહિત્ય લોકોમાં કુતૂહલ જગાવી રહ્યું છે.

અહીં માત્ર લઘુતમ કદની ભગવદ્ ગીતા જ નહીં, પરંતુ ખાદીના કાગળ પર તૈયાર કરવામાં આવેલી હસ્તનિર્મિત હનુમાન ચાલીસા પણ રજૂ કરવામાં આવી છે. અંદાજે 3 બાય 2 ઈંચના કદમાં 24 પાનાની આ હનુમાન ચાલીસા ખાદીના કાગળ પર હાથથી તૈયાર કરવામાં આવી હોવાથી તેની વિશિષ્ટતા મુલાકાતીઓને આકર્ષી રહી છે.

આ ઉપરાંત, ખિસ્સામાં સરળતાથી રાખી શકાય તેવી વધુ નાના કદની ખાદીના કાગળ પર તૈયાર કરાયેલી હનુમાન ચાલીસા પણ ઉપલબ્ધ છે. પરંપરાગત ધાર્મિક સાહિત્યને નાનકડા કદમાં અને વિશિષ્ટ કાગળ પર રજૂ કરવાની આ પહેલ પુસ્તકપ્રેમીઓ માટે જિજ્ઞાસા અને આકર્ષણનું કારણ બની છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...